દેગામ કેનાલકાંઠે જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને કુલ રૂા . 96200 / ના મુદામાલ સાથે પકડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બગવદર પોલીસ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિલેષ જાજડીયા સાહેબ તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબ દ્વારા જિલ્લામાં દારૂ - જુગારની બદી સદંતર નાબુદ કરવા આવી પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ . જે અન્વયે  બગવદર પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીરાહે હકિકત મળતા હકિકત આધારે દેગામ પાંડાવદરની સીમ કેનાલ કાંઠે ઝાડ નીચે જાહેરમાંથી કુલ- ૫ ઇસમોને ગંજીપત્તાના પાના તથા રોકડ રકમ રૂા . ૫૧૨૦૦ / - તથા મોટર સાયકલ નંગ -૩ મળી કુલ રૂા . ૯૬૨૦૦ / - ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી જુગારધારાનો ગણનાપાત્ર કેસ બગવદર પોલીસ સ્ટાફ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે . જુગાર રમતા પકડાયેલ આરોપીઓ ( ૧ ) ભરત હોથીભાઇ સુંડાવદરા  ( ર ) નિલેશ રામાભાઇ સુંડાવદરા  ( ૩ ) સંદિપ ભરતભાઇ સુંડાવદરા  ( ૪ ) નાગાજણ ભીમાભાઇ ઓડેદરા ( ૫ ) વસ્તા ગોગનભાઇ બાપોદરા ને પકડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

આ  કામગીરીમાં PSI એચ.સી.ગોહિલ તથા પોલીસ કોન્સ . અરવિંદભાઇ ખરા તથા લોકરક્ષક વિપુલભાઇ કમલેશભાઇ ઘુઘલ તથા મસરીભાઇ હરદાસભાઇ ચેતરીયા વગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .