મતદાન પ્રક્રિયામાં કામદારોની સહભાગીદારિતા વધે અને 

મતદાર જાગૃત્તિ માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયાસ

અમરેલી, તા.૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) રાજ્યના જુદાં - જુદાં

વિધાનસભા મતવિસ્તારમાં 

મતદારોને તેમના મતદાનના હક અને લોકશાહી માટે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવે છે. અમરેલી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવા આવી રહી છે. તાજેતરમાં ધારી પ્રાંત અધિકારી અને ધારી ચૂંટણી અધિકારીશ્રી દ્વારા, ૯૪-ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ધારી ડાયમંડ એસોસિએશન સાથે, મતદાન પ્રક્રિયામાં કામદારોની સહભાગીદારિતા વધે અને 

મતદાર જાગૃત્તિ થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કામદારો 

મતદાન સંબધિત પ્રક્રિયાથી વાકેફ થાય અને ઈવીએમ નિદર્શન થકી તેમને પ્રક્રિયા વિશે સમજ મળી રહે તે માટે પારસ્પરિક આદાનપ્રદાન વધારવાના ઉદ્દેશ્ય સાથે MoU કરવામાં આવ્યા હતા. આ કામગીરીના ભાગરુપે

ધારી વિસ્તારના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ

૩૩ યુનિટમાં આજુબાજુના આશરે ૬૮ ગામના ૪,૩૬૦ જેટલા રત્ન કલાકારો કાર્યરત છે, તેમને આ મતદાન જાગૃત્તિ અને ઈવીએમ નિદર્શન માટે કેમ્પમાં ભાગ લીધો હતો. 

રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી