ગુજરાત રાજ્યમાં ફરી વરસાદ પડશે,હવામાન વિભાગની આગાહી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે.

આગામી તા.9 ,10,11 અને 12 સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને ત્રણ દિવસ સામાન્ય વરસાદ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે અને આગામી સપ્તાહમાં અનેક જગ્યાએ ભારે વરસાદ રહેશે.

વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યનાતાપી, નવસારી, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે જેમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. અને સૌરાષ્ટ્ર કચ્છમાં અમરેલી, ગીરસોમનાથ અને જુનાગઢમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. 

આમ,રાજ્યમાં શ્રાદ્ધ પક્ષમાં વરસાદની આગાહી થશે.