શહેરમાં દરિયાઇ દિશામાંથી પવન ફૂંકાતા બપોરે તાપમાનમાં 0.7 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે અને ચાર દિવસમાં શહેરમાં બપોરે તાપમાનમાં દોઢેક ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે. પવનની દિશા બદલતાતા નગરજનોને અસહ્ય બફારાથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર શહેરમાં આગામી બે દિવસ અતિ હળવાથી હળવા વરસાદની આગાહી કરાઈ છે.ગઇ કાલે શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે 0.7 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. ચાર દિવસ અગાઉ શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રીને આંબી ગયુ હતુ તે આતજે ઘટીને 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જો કે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 25.2 ડિગ્રી હતુ તે નજીવુ વધીને 25.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 73 ટકા હતુ તે આજે ઘટીને 60 ટકા થઇ ગયું હતુ. સાઉથ-વેસ્ટ દિશાથી 14 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. શહેરમાં લગભગ છેલ્લા બે સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે. છૂટા છવાયા ઝાપટાને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. હવે સિઝન પૂરી થવાને આરે માંડ ત્રણ સપ્તાહ બાકી છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 30.7 ફૂટ થઇ બે દિવસમાં ધીમી ગતિએ ઉપરવાસમાંથી પાણીની આવકને લીધે શેત્રુંજી ડેમની સપાટી જે અગાઉ 30.4 ફૂટ હતી તે ક્રમશ: વધીને 34.7 ફૂટ થઇ ગઇ હતી. આ ડેમમાં હાલ 273.7 મિલિયન ઘન મીટર થઇ ગઇ છે.