પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના ઉપક્રમે જૈનમુનિશ્રીના નિશ્રામાં તપસ્વીઓના પારણાં યોજાયા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન માનવતાના મસીહા પ.પૂ.આ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા સાનિધ્યમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના યોજાઇ.ત્યારે પર્યુષણ દરમ્યાન અલગ- અલગ પરિવારો દ્વારા છઠ્ઠ,અટ્ઠમ,અટ્ઠાઇ,11 ઉપવાસ, 8-આયંબીલ તપ કરતા તપસ્વીઓએ પારણાં કર્યા હતા. પર્યુષણ મહાપર્વના 8 દિવસ ઉપવાસ કરી તપસ્યા કરી હતી.જેમાં માત્ર ઉકાળેલા પાણી પીને ઉપવાસ કરીને જૈનોએ તીર્થકર પ્રભુની ભકતી કરી હતી.ત્યારે પર્યુષણ મહાપર્વ પૂર્ણથતા તપસ્વીઓના પારણાં યોજાયા હતા.કુમારી ભવ્યા પરેશભાઈ શાહ-11 ઉપવાસ,શ્રીમતિ નેહાબેન ભાવેશભાઈ પુજારા-અઠ્ઠાઇ તપ,શ્રી કમલેશભાઈ શાહ-અટ્ઠમ તપ,શ્રીમતિ નિકિતા નિહાર શાહ-અટ્ઠમ તપ,શ્રી જય રાજુભાઇ શાહ- અટ્ઠમ તપ,કુમારી જયશ્રી રાજુભાઈ શાહ-અટ્ઠમ તપ, શ્રીમતિ રશ્મિબેન નિલેશભાઈ મહેતા-અટ્ઠમ તપ,કુમારી પ્રિયંસી નિલેશભાઈ મહેતા-અટ્ઠમ તપ,શ્રીમતિ ભગવતીબેન પ્રજાપતિ- અટ્ઠમ તપ,પંડિતજી શ્રી પ્રશાંતભાઈ શાહ-અટ્ઠમ તપ વિગેરે ભાવિકોના પારણાં યોજાયા હતા.આ પારણાંનો સંપૂર્ણ લાભ પાલનપુર નિવાસી શ્રીમતી મધુબેન શૈલેશભાઈ મહેતા પરિવારે દરેક તપસ્યાના તપસ્વીઓને પારણાં કરાવેલ.જેમાં તપશ્ચર્યાની હેલી ઉઠી હતી.સંઘના આગેવાનો દ્વારા તપસ્વીઓની અનુમોદના કરવામાં આવી હતી.