હાલમાં દુબઈમાં ચાલી રહેલા એશિયા કપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ની મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો અને અફઘાનિસ્તાનની હાર બાદ એક વીડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં અફઘાનિસ્તાનના ફેન ધમાલ કરી રહ્યા છે, આ મેચ ની હાર થી અફઘાનિસ્તાન ની ટીમ એશિયા કપમાંથી બહાર થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનની હાર ના વેઠાતા અફઘાનિસ્તાનના ફેન્સે ક્રિકેટ સ્ટેડિયમમાં ભારે હંગામો કર્યો હતો અને ખુરશીઓ પણ તોડી પાડી હતી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.