Appleએ તેની iPhone 14 સિરીઝ લૉન્ચ કરી છે. તમને આ સિરીઝમાં બે ફોન મળશે. આમાં તમને iPhone 14 અને iPhone 14 Plusનો ઓપ્શન મળશે. બંને ફોનમાં તમને જૂના પ્રોસેસર અને ડિઝાઇન જોવા મળશે. ચાલો જાણીએ તેમની કિંમત અને અન્ય સુવિધાઓ.

એપલે આખરે તેની iPhone 14 સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેમાં બે હેન્ડસેટ લોન્ચ કર્યા છે, જેમાં iPhone 14 અને iPhone 14 Plus સામેલ છે. આ સાથે, કંપની ફરી એક વખત પોતાનો પ્લસ સ્માર્ટફોન માર્કેટમાં લાવી છે. iPhone 8 સીરિઝ પછી કોઈ પ્લસ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું નથી.

તમને iPhone 14 અને iPhone 14 Plus વચ્ચે બહુ ફરક દેખાશે નહીં. માત્ર એટલો જ તફાવત છે કે બંને ડિવાઇસ વચ્ચે સ્ક્રીનની સાઇઝ. તો ડિઝાઇન અને કોન્ફિગ્રેશનના સંદર્ભમાં કંપનીએ કોઈ ગ્રાઉન્ડ બ્રેકિંગ સુધારો કર્યો નથી. હા તેમાં નવાના નામે સેટેલાઇટ કોલિંગનું ફિચર ચોક્કસથી આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ.

iPhone 14 અને iPhone 14 Plus ની કિંમત

કંપનીએ બંને સ્માર્ટફોનને ઘણા કલર ઓપ્શનમાં લોન્ચ કર્યા છે. ભારતમાં iPhone 14ની કિંમત 79,900 રૂપિયા છે, જ્યારે iPhone 14 Plusની કિંમત 89,900 રૂપિયા છે.

વૈશ્વિક બજારમાં iPhone 14ની કિંમત $799 એટલે કે લગભગ 63,652 રૂપિયાથી શરૂ થાય છે. તે જ સમયે iPhone 14 Plusની કિંમત $899 એટલે કે લગભગ 71,600 રૂપિયા છે. જ્યાં સ્ટાન્ડર્ડ વેરિઅન્ટનો સેલ 16 સપ્ટેમ્બરે થશે, જ્યારે પ્લસ વેરિઅન્ટ 7 ઓક્ટોબરે સેલ પર જશે.

સ્પેશિફિકેશન શું છે?

સ્પેસિફિકેશનના સંદર્ભમાં તમને ઘણું નવું જોવા મળશે નહીં. યુએસ માર્કેટમાં બંને ફોન ફિઝિકલ સિમ કાર્ડ વગર આવશે. એટલે કે તેમાં eSIM નો ઓપ્શન મળશે. બીજી તરફ, iPhone 14માં 6.1-ઇંચની સ્ક્રીન છે, જ્યારે પ્લસ વેરિઅન્ટમાં 6.7-ઇંચની સ્ક્રીન છે. બંને મોડલમાં A15 બાયોનિક ચિપસેટ આપવામાં આવી છે.

આ પહેલીવાર છે જ્યારે કંપનીએ તેના નવા ફોનમાં જૂનું પ્રોસેસર (SE સિરીઝ સિવાય) રજૂ કર્યું છે. ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ મળી રહ્યાં છે, જેનો મેઇન લેન્સ 12MP છે. તેમાં 12MP સેકન્ડરી લેન્સ પણ છે. ફ્રન્ટમાં કંપનીએ 12MP TrueDepth કેમેરા આપ્યો છે. બંને ફોનમાં તમને સેટેલાઇટ કોમ્યુનિકેશનની સુવિધા મળે છે, જે નવી છે.

iPhone 14 Pro અને iPhone 14 Pro Max પણ રજૂ કરવામાં આવ્યા હતા

આ ઇવેન્ટમાં iPhone 14 Pro અને iPhone 14 Pro Max પણ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રો મોડલ્સમાં કંપનીએ તેના લેટેસ્ટ A16 Bionic ચિપસેટનો ઉપયોગ કર્યો છે. આ કંપનીના સૌથી પાવરફુલ સ્માર્ટફોન છે. તેમાં 48 મેગાપિક્સલનો કેમેરો છે.

કિંમતની વાત કરીએ તો ભારતમાં iPhone 14 Proની કિંમત 1,29,900 રૂપિયાથી શરૂ થશે જ્યારે iPhone 14 Pro Maxની કિંમત 1,39,900 રૂપિયાથી શરૂ થશે.