સિહોર વહીવટી તંત્ર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી સંબંધિત તેયારીઓ શરું કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે અંતર્ગત આજે સિહોર મામલતદાર કચેરીના ચૂંટણી શાખા અંતર્ગત ગાયત્રીનગર પ્રા શાળા ના આચાર્ય અરિફભાઈ ચૂંટણી શાખા ના કાર્ડ સેકટર ઓફીસર EVM નિદર્શન કેન્દ્ર કરવામાં આવ્યુ હતું જેમાં સિહોર ના વિવિધ નાગરિકતા ધરાવતી વિસ્તારમાં મોટાચોક, ખારાકુવા ચોક, જૂના સિહોર, વડલા ચોક, બસ સ્ટેન્ડ, ટાણા ચોકડી, સહિત મતદાન કેન્દ્ર વિસ્તારો માં સ્થાનિક નાગરિકો આગેવાનો,સામાજીક કાર્યકર,સમાજ શ્રેષ્ઠીઓ, વિવિધ સામાજીક સંસ્થાઓ સહિત ના ઓ ને ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું,EVM નું બટન કેમ દબાવવું, VVPAT માંથી પહોંચ કઈ રીતે નીકળે તેનું લાઈવ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે સિહોર ના નિષ્ઠાવાન કડક અધિકારી ની છાપ ધરાવતા સિહોર મામલતદાર જાસપુરિયા મેડમ ના માર્ગદર્શન હેઠળ ચુંટણી ના. મામ કે.જી ચૌહાણ મેડમ સહિત ના સ્ટાફ ના સેકટર ઓફીસર દ્વારાનાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ ઉમેરવા તેમજ સુધારવા સહિતની સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી,સાથે જ તેમણે પ્રથમ વખત મતદાન કરતા મતદારોએ EVM નિદર્શન કેન્દ્રોમાં વોટિંગ પ્રક્રિયાના લાઈવ નિદર્શનનો લાભ લેવાપણ અપીલ કરી હતી.