ગત ગુરુવારના રોજ ઇનરવ્હિલ ક્લબ સુરેન્દ્રનગર થી રોટરી હોલ ખાતે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.3 થી 8 સુધીના બટરફ્લાય સ્કૂલ, કોઠારી સ્કૂલ,અર્ચના સ્કૂલ, શાળા no 7,11તથા વિવિધ સ્કૂલના 200 બાળકોએ ભાગ લીધો .

જેમાં વિષય હતો. Save water, Save tree, No plastic જેવા વિષયો પર બાળકોએ ચિત્ર બનાવ્યું હતું. ક્લબ દ્વારા બાળકોને ઇનામ, સર્ટિફિકેટ,નાસ્તો,કલરબોક્સ આપવામાં આવ્યા. સૌ ઇનરવ્હિલ મેમ્બર્સ હાજર રહી બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

        આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ સ્વાતિબેન શાહ, સેક્રેટરી ઉષાબેન સેજપાલ, વાઇસ પ્રેસિડેન્ટ જિજ્ઞાબેન પંડ્યા, પ્રોજેક્ટ ચેરમેન ચંદ્રિકાબેન.ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.