ખાંભા તાલુકાના ભાવરડી - ડેડાણ રોડ , રાગપરા રેવન્ય વિસ્તારમાં તા .૦૪ / ૦૯ / ૨૦૨૨ ના રોજ વન્યપ્રાણી સિંહની પાછળ મોટરસાયકલ દોડાવી પજવણી કરી આ ગુના કામનો વિડીયો આરોપી દેવકુભાઈ ભાભલુભાઈ મોભ ઉમર .૨૫ વર્ષ રહે , ભાવરડી તા.ખાંભા દવારા સોશ્યલ મીડીયામાં વાયરલ કરવામાં આવેલ . મે . નાયબ વન સંરક્ષક ગીર ( પૂર્વ ) વન વિભાગ ધારી શ્રી રાજદીપસિંહ ઝાલા તથા ઈ.ચા. મેં , મદદનીશ વન સંરક્ષક મોબાઈલ સ્કોડ ઉના શ્રી એસ.આર.ત્રિવેદી ની સુચનાથી રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી આર.ડી.પાઠક ના માર્ગદર્શન હેઠળ રબારીકા રાઉન્ડ ફોરેસ્ટર શ્રી હરદીપભાઈ.એ.વાળા અને રાયડીપાટી ફોરેસ્ટ ગાર્ડ શ્રી ડી.એન.ચાંદ દવારા તા . ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ ગણતરીની કલાકોમાં મોટરસાયકલની ઓળખ કરી આરોપી દેવકુભાઈ ભાભલુભાઈ મોભને પકડી તુલસીશ્યામ રેન્જ કચેરી ખાંભા ખાતે લાવી વધુ પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબુલ કરતા મોટરસાયકલ નંબર જી.જે. ૧૪ એ.ઇ. ૬૯૫૭ તથા વીવો કંમ્પનીનો મોબાઈલ કબજે કરી વન્યપ્રાણી સંરક્ષણ અધીનીયમ ૧૯૭૨ ની ક્લમ -૨ ( ૧૬ ) તથા કલમ -૯ અન્વયે શીકારનો ગુનો દાખલ કરી કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવેલ . વન્યપ્રાણી સંરક્ષણ અધીનીયમ ૧૯૭૨ ની કલમ ૨ ( ૧૬ ) એ શીકારની વ્યાખ્યા જણાવે છે . એ મુજબ શીકાર એટલે કોઈપણ વન્યપ્રાણીની હત્યા કરવી , ઝેર આપવું , ફાસલો નાખવો , પકડવું , બંધક કરી રાખવું , વાહન દોડાવવા , મારણ પરથી હટાવવા , કે ઉપર મુજબનું કોઈપણ કૃત્ય કરવાના પ્રયત્નો કરવા પણ શીકાર કર્યા મુજબ ગણાય છે . વન્યપ્રાણી સંરક્ષણ અધીનીયમ ૧૯૭૨ ની કલમ -૯ ની અનુસુચી -૧ થી ૪ માં આવતા કોઈપણ વન્યપ્રાણીનો શીકાર કરવો ગુનો બને છે . અનુસુચી -૧ તથા અનુસુચી- ભાગ ૨ માં આવતા કોઈપણ વન્યપ્રાણીનો શીકાર કરવો તે અતી ગંભીર ગુનો છે . જેમાં ૩ થી ૭ વર્ષની સજાની જોગવાય છે . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી