કર્ણાટકમાં મેઘરાજા ધનાધન બેટિંગ કરી રહ્યા છે... ત્યારે કાર્ણાટકના પાટનગર બેંગાલુરુને વરસાદની સૌથી વધારે અસર થઈ છે... બેંગ્લોરમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે... શહેરમાં 3 દિવસથી પાણી ભરાયેલું છે. રસ્તાઓ, સોસાયટીઓ, દુકાનો બધુ જ પાણીમાં ડૂબી ગયા છે... લોકોની મુશ્કેલીઓને જોતા હવે કર્ણાટક સરકારે કેટલાક પગલા લેવાની શરૂઆત કરી છે... બેંગાલુરુમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આઈટી વિભાગના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશને 696 એવી જગ્યાઓ શોધી છે જેના કારણે શહેરમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જેને જેસીબી દૂર કરવામાં આવી રહ્યા છે.. મુખ્યમંત્રી બસવ રાજ બોમ્મઈ પણ પ્રભાવિત વિસ્તારની મુલાકાતે છે. ભારે વરસાદ વચ્ચે તેઓ બેંગાલુરુ પહોંચ્યા... જ્યાં તેમને પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું પડ્યું...
હવામાન વિભાગનું કહેવું છે કે બેંગલુરુના ઘણા ભાગો અને કર્ણાટકના અન્ય વિસ્તારોમાં 9 સપ્ટેમ્બર સુધી આવો જ વરસાદ થવાની સંભાવના છે...જેના કારણે આગામી દિવસમાં પણ ભારે વરસાદ વચ્ચે પાણી ઓસરે તેવા કોઈ જ એંધાણ નથી...