અમદાવાદમાં દિકરીઓ સુરક્ષિત નથી તેના અલગ અલગ બે કિસ્સાઓ સામે આવ્યા છે.. અમદાવાદની ગોદરેજ ગાર્ડન જેવી મોંઘી દાટ રહેણાંક સોસાયટીમાં એક બાળકી સાથે એક વૃદ્ધે છેડછાડ કરતા ચકચાર મચી ગયો છે... ગોદરેજ ગાર્ડન સિટીના લિફ્ટમાં 62 વર્ષીય વૃદ્ધે ધોરણ 7માં ભણતી બાળકી સાથે કરેલા શરમજનક કૃત્યના સીસીટીવી સામે આવ્યા છે... સમગ્ર ઘટનામાં ચાંદખેડા પોલીસે આરોપી ભાનુપ્રતાપ રાણા નામના શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે... બીજી બાજુ અમદાવાદના ચાણક્યપુરી ફૂટપાથ પરથી એક અઢી વર્ષનો બાળક મળી આવતા ચકચાર મચી ગઇ છે... પોલીસને અઢી વર્ષનો બાળક ત્યજી દિધેલ હાલતમાં મળી આવ્યો... પોલીસ દ્વારા બાળકને સોલા સિવિલમાં સારવાર માટે મોકલી આપવામાં આવયો... તો પોલીસે સમગ્ર ઘટનામાં ત્યજી દિધેલ બાળકના વાલી વિરુદ્ધમાં સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે...
એક જ દિવસમાં બાળકોઓ પર આવી બે ઘટના બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે... સાથે જ બાળકીઓની સુરક્ષા પર હવે સવાલ ઉભા થઈ રહ્યા છે...