મામલતદાર ખોડભાયા,નિવૃત ફોરેસ્ટ અધિકારી વી.ડી. બાલા સાહેબ, વડિયા સરપંચ સહીત ના આગેવાનો હાજર રહ્યા
પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ, મહામંત્રી અને વિવિધ હોદેદારો એ જહેમત ઉઠાવી
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયામા નવરંગ નેચર ક્લબ, રાજકોટ અને પત્રકાર એકતા સંગઠન દ્વારા લોકો મા પર્યાવરણ ણી જાગૃતિ લાવવા અને વધુ ને વધુ વૃક્ષ લોકો વાવે અને ઉછેરે તેવા ઉમદા હેતુ થી રાહત દરે કેસર આંબાની ફળાવ કાલમો નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમા 3ફૂટ અને 6ફૂટ ની કલમ નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. બપોર સુધી ના આ વિતરણ કાર્યક્રમ મા 500જેટલી કેસર આંબા ની કલમો લોકોએ રાહત દરે ખરીદી હતી. ત્યારે પત્રકાર એકતા સંગઠન અને નવરંગ નેચર ક્લબ ના આ પર્યાવરણ જાગૃતિ ના કાર્ય મા લોકો સાથે સ્થાનિક મામલતદાર ખોડભાયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, સરપંચ મનીષ ઢોલરીયા સહીત ના લોકોએ કલમો ખરીદી પર્યાવરણ બચાવો અને વૃક્ષ વાવો નો સંદેશો આપ્યો હતો.આ સાથે નવરંગ નેચર ક્લબ ના વીડી બાલા સાહેબ દ્વારા આયુર્વેદિક ઔષધિ મા વપરાતા ખરખોલી (જીવન્તિકા ) ના રોપા નુ વિનામૂલ્યે વિતરણ કર્યું હતુ. સમગ્ર વિતરણ વડિયા ની શ્રી સુરગવાળા હાઈસ્કૂલ ખાતે સવારે આઠ વાગ્યાં થી શરુ કરાયો હતો. જેમા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ ભીખુભાઇ વોરા, મહામંત્રી કિરીટ જોટવા, રાજુભાઈ કારિયા, જીતેશગીરી ગોસાઈ, જાવેદ બાલાપરીયા સહીત ના એ જહેમત ઉઠાવી ને લોકોને વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો નો સંદેશો આપ્યો હતો સાથે આવનારા દિવસો મા ફરી પત્રકાર એકતા સંગઠન દ્વવારા હોમ ગાર્ડનિંગ અને ફળ ફૂલ ના છોડ ના વિતરણ નો કેમ્પનુ આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ હતુ.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી