ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક જાગૃત નાગરિકે ફતેપુરા પશુચિકિત્સક ને ફોન કરીને જાણ કરી હતી  કે ફતેપુરા તાલુકાના ઊંડાવેળા ગામે અને આપતળાઇ ગામે લમ્પી વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. ફતેપુરા તાલુકાના પશુચિકિત્સક એ આ બે ગામ  આપતળાઈ અને ઊંડાવેળા આ બે ગામોની મુલાકાત લઇ અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી હતી. પશુઓની પ્રાથમિક ચકાસણી બાદ લમ્પી વાઇરસ હોવાનું તેઓએ જણાવ્યું હતું. પશુઓના માલિકને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એક પશુને પાંચ દિવસ પહેલાં લમ્પીવાયરસ થયો હતો. અને બીજા પશુ ને આજે લક્ષણો જોવા મળ્યા છે. બંને પશુઓની સારવાર ચાલુ છે તેવું કશું માલિકે જણાવ્યું છે. પશુ દવાખાનાના કર્મચારીએ આ બંને પશુઓના માલિકને મુલાકાત લઈને લમ્પી વાઇરસ વિશે સમજણ પડી હતી. અને આ રોગ ગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી દૂર રાખવાની સલાહ પણ આપી હતી. આમ ઊંડાવેળા ગામ અને આપતળાઇ ગામે પશુઓમાં લમ્પી વાયરસ ના લક્ષણો જોવા મળ્યા હતા.