ઉત્તર પૂર્વ રેલવેના ગોંડા સ્ટેશન પર ટ્રાફિક બ્લોકના કારણે ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશ્યલ પરિવર્તિત માર્ગ પર દોડશે.જેની વિગતો નીચે મુજબ છેઃ-
· 9, 16, 23 અને 30 સપ્ટેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 09451 ગાંધીધામ - ભાગલપુર સ્પેશિયલ તેના નિર્ધારિત માર્ગ લખનઉ-બારાબંકી-ગોંડાને બદલે વાયા બારાબંકી-અયોધ્યા કેન્ટ મનકાપુરના માર્ગે દોડશે.
· 12, 19, 26 સપ્ટેમ્બર અને 03 ઓક્ટોબર 2022ના રોજ ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ તેના નિર્ધારિત રૂટ ગોંડા-બારાબંકી-લખનઉને બદલે વાયા મનકાપુર-અયોધ્યા કેન્ટ-બારાબંકી ના માર્ગે દોડશે.
ટ્રેનોના ના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
**********