ઝાલોદ નગરના પગપાળા સંઘ દ્વારા અંબાજી ખાતે પહોંચી 51 ગજ ની ધ્વજા ચઢાવવામાં આવી 

     અંબાજી જનાર પગપાળા લોકોમાં જોશ અને ઉત્સાહ વધારવા માટે માઁ અંબાના આશીર્વાદ થી ખુબજ મોટા પ્રમાણમાં ભક્તોની સેવા કરવા માટે વિવિધ જાતના ભંડારાઓ દરેક જગ્યાએ યોજાઈ રહ્યા છે અંબાજી પગપાળા જનાર લોકો પણ આવા સેવાકીય કાર્યો કરનારને દિલથી આશીર્વાદ આપી રહ્યા છે, અંબાજી ખાતે પહોંચતા ભક્તોને અલગ જ ધાર્મિકતા જોવાઈ રહેલી હોય છે અંબાજી મંદિરની રોશની અને ફૂલો ફૂલો થી સજાવટ સ્વર્ગની પ્રતીતિ કરાવતો હોય તેમ લાગતું હોય છે, અંબાજી નગરની ગળી ગળી બોલ માડી અંબે જય જય અંબેના ભક્તિમય બોલથી ગુંજી રહી છે ભક્તો માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. 

    ઝાલોદ નગરમાંથી તારીખ 28-08-2022 રવિવારના રોજ રાત્રીના 8 વાગે અંબાજી જવા માટે પગપાળા સંઘ ૫૧ ગજ ની ધ્વજા લઈ માઁ અંબાના પાવન દર્શન કરવા રવાના થયો હતો તે પગપાળા સંઘ આજરોજ તારીખ 06-09-2022 ના રોજ અંબાજી પહોંચી ગયો હતો ,અંબાજી જનાર પગપાળા સંઘ સાથે ધ્વજા ચઢાવવા અને દર્શન કરવા માટે ઝાલોદ થી ભક્તો ત્યાં પહોંચી ગયા હતા અને પગપાળા સંઘ સાથે જોડાઈ તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. અંબાજી નગરમાં માઁ અંબાના રથ અને ધ્વજા લઈ માઁ અંબાના દર્શને જતા ઝાલોદ નગરના લોકો દ્વારા બોલ માડી અંબે જય જય અંબે ના ભક્તિમય અવાજ થી ગગન ગજવી નાખ્યું હતું અને ગરબા રમતા ફટાકડા ફોડતા માઁ અંબાના દર્શન કરી આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ માઁ અંબાના શિખર પર 51 ગજ ની ધ્વજા ચઢાવી હતી ભક્તોના ચહેરા પર માઁ અંબાના દર્શન અને ધ્વજા ચઢાવવાનો અનેરો ભક્તિમય લ્હાવો છલકાતો હતો. આમ દરેક ભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.