સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઓગસ્ટ-2022ના માસમાં 34 વાહન ડિટેઇન કરાયા હતા. અને જુદા જુદા નિયમોના ભંગના 3481 લોકો સામે કેસ કરીને રૂ. 14.62 લાખનો દંડ વસૂલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતની સૂચના અને માર્ગદર્શનથી કાર્યવાહી કરાઇ રહી છે. તેમ છતાં સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો લોકો ભંગ કરી રહ્યા છે.આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ.સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ હેન્ડલુમ ચોક, ટાવર રોડ, જવાહર રોડ, ટાંકી ચોક, પતરાવાળી, ગેબનશાપીર સર્કલ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, બસ સ્ટેશન તેમજ જોરાવરનગર અને રતનપર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી. જેમાં ઓગસ્ટ-2022 એટલે કે છેલ્લા 1 માસમાં દરરોજ 112થી વધુ લોકો ઝપટે ચડ્યા હતા. જેમા જુદા જુદા નિયમોનો ભંગ કરતા 3232 લોકોને હાજર દંડ રૂ. 11,23,500 કરાયો હતો.આ ઉપરાંત 34 જેટલા વાહનચાલકના વાહનો ડિટેઇન કરીને 1,19,600નો દંડ વસૂલાયો હતો. જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતા 28 લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ. 2800નો દંડ કરાયો હતો. આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના -1, ટ્રાફિકને અડચણરૂપ લારી,રિક્ષા, પાથરણાવાળા વગેરે જેવા 182 કેસ તેમજ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવનાર 4 લોકો સામે કેસ કરાયા હતા. આમ છેલ્લા એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ 3481 લોકોને રૂ. 12,62,500નો દંડ કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सेवानिवृत अधिकारी कर्मचारी महासंघ भामस का बूंदी में पुनर्गठन हुआ।
सामान्य चिकित्सालय के परिसर में स्थित भारत विकास परिषद गार्डन में राजस्थान राज्य सेवानिवृत...
પાટણ : દુધખા ગામ ખાતે તળાવમાં ગેર કાયદેસર બાંધકામ | SatyaNirbhay News Channel
પાટણ : દુધખા ગામ ખાતે તળાવમાં ગેર કાયદેસર બાંધકામ | SatyaNirbhay News Channel
आष्टीत तहसील चा भोंगळ कारभार
महिन्याचा आणि आठवड्याचा पहिला दिवस असताना आष्टी तहसील कार्यालयामध्ये दुपारी 12 वाजेपर्यंत...
উদয়পুৰ কণিষ্ঠ মহাবিদ্যালয়ত সম্বৰ্ধনা সভাৰ আয়োজন ।। Bibidh News
উদয়পুৰ কণিষ্ঠ মহাবিদ্যালয়ত সম্বৰ্ধনা সভাৰ আয়োজন ।। Bibidh News