પાવીજેતપુર તાલુકાની અલગ અલગ ત્રણ શાળાઓના ત્રણ શિક્ષકોનું છોટાઉદેપુર જિલ્લા કક્ષાએ ગુજરાત રાજ્યના મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી નિમિતે જીલ્લા/તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય કક્ષાના મંતીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. ૧૩ જેટલા શિક્ષકોમાં થી પાવીજેતપુર તાલુકાના જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાઠવા છત્રસિહભાઈ(વાવ, પ્રાથમિક શાળા), તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાઠવા નિતેશકુમાર મથુરભાઈ (અંબાડી પ્રાથમિક શાળા)તથા સોલંકી દિપકભાઈ(આબાખૂટ પ્રાથમિક શાળા)ને પ્રમાણપત્ર અને મોમેન્ટો, પુરસ્કાર આપી સન્માનિત કરવામા આવ્યા હતા.
આ સમયે સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવા, રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નિમીશાબેન સુથાર ની અધ્યક્ષતામા આ સન્માન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો ,જેમા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા શિક્ષણ અધિકારી અને અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમ, તાલુકા, જિલ્લા કક્ષાએ આ ત્રણેય શિક્ષકોએ એવોર્ડ મેળવી પાવીજેતપુર તાલુકા નું નામ રોશન કર્યું છે.