કાંકરેજ તાલુકાના  દુગ્રાસણ ગામ માં રામદેવપીર મંદિર એ મેળો ભરાયો...

 બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાના દુગ્રાસણ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે રામદેવપીર બાબા ના મંદિરે લોકમેળો યોજાય છે અને આજુબાજુના ગામોમાં થી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને રામદેવરા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે ગામના યુવા સરપંચ તરીકે વિક્રમજી ઠાકોર અને સમસ્ત ગ્રામનો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવે છે અને આવનાર ભકતો ને ચા પાણી અને પ્રસાદ આપવામાં આવે છે....

.ત્યારે જય બાબા રામદેવ પીર ના ગગનભેદી નારા સાથે બાબા રામદેવ પીર મંદીર માં નેજા ચડાવી ને શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા માટે આવે છે ત્યારે દુઃખિયા ના દુઃખ મટાડનાર બાબા રામદેવની આરતી પૂજા કરે છે અને મેળામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જોકે વર્ષો જુની પરંપરા મુજબ દેશી ઢોલ ના ધબકારા અને ભક્તોના ઘોડાપુર ઉમટી પડે છે અને મેળામાં મોજ કરી ને સૌ કોઈ ધન્યતા અનુભવે છે. આ પ્રસંગે આકોલી સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા પણ બાબા રામદેવ ના દર્શન કરવા માટે પધાર્યા હતાં