ડીસા મારુતિ પાર્ક સોસાયટીમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસાના મારુતિ પાકમાં આ વર્ષે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સાત દિવસ સુધી ભોજન, પ્રસાદ મહા આરતી તેમજ અંતિમ દિવસે અન્નકૂટ અને ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ માણી હતી. અને જિલ્લામાં ગૌ માતા લંપી વાયરસ ના કહેર માંથી મુક્ત તેવી વિઘ્નહર્તા ને પ્રાર્થના કરી હતી
કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે તમામ તહેવારો લોકો મન ભરીને ઉજવી રહ્યા છે. ડીસાની મારુતિ પાર્ક સોસાયટીમાં પણ આ વર્ષે ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન થયું હતું ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ લાવી સાત દિવસ રોજ મહા આરતી અને ભોજન પ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સાત દિવસ બાદ ગણપતિ મહોત્સવના અંતિમ દિવસે ગણપતિ દાદા ને 56 પ્રકારના ભોગ અર્પણ કરી અન્નપૂર્તિ ભર્યો હતો. અને માવતી પાક ના રહીશોએ મોડી રાત સુધી ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબાની રમઝટ માણી હતી. મારુતિ પાક યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ અલગ અલગ આયોજન કરતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. આયોજક રોનકભાઈ જોશી અને હિતેશભાઈ મોઢે જણાવ્યું હતું કે અમે ગણપતિ મહોત્સવ માં સાત દિવસ સુધી મહા આરતી,ભોજન પ્રસાદ, અન્નકૂટ અને રાસ ગરબા નું આયોજન કર્યું હતું જેમાં મારુતિ પાર્ક ના તમામ લોકોએ ભાગ લઈ મજા માણી હતી સાથે સાથે આ વર્ષે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌમાતા લંપી વાયરસથી પીડાઈ રહી છે ત્યારે ગાય માતા તેમાંથી મુક્ત થાય તેવી વિઘ્નહર્તાની પ્રાર્થના કરી હતી