ડીસા ગાયત્રી મંદીર પાસે આવેલ ગટરનાં ખુલ્લા નાળામાં એક યુવક ખાબક્યો સ્થાનિકો સહીત ફાયર ફાયટરની ટીમ દ્વારા રેસકયુ કરી યુવકને હેમખેમ રીતે બહાર કઢાયો...
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી નેશનલ હાઇવે ઓથોરિટી અને નંગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે અનેક ગટરોનાં ખુલ્લા નાળા જોવા મળી રહ્યાં છે જે ગટરનાં નાળામાં અનેક સોસાયટીના ગટરના ગંદા પાણી નો પ્રવાહ ચાલું જોવા મળી રહ્યો છે જેમાં અનેકવાર રખડતાં પશુઓ પાડવાની ઘટનાઓ બની રહી છે જ્યારે આજે ડીસા ગાયત્રી મંદીર પાસે આવેલ ગટરનાં ખુલ્લા નાળામાં રાત્રે દરમિયાન એક યુવક ખાબક્યો હતો જેને લઈને સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી સ્થાનિકો દ્વારા ડીસા નગરપાલિકામાં જાણ કરાઈ હતી જોકે કલાકોની રાહ જોયા બાદ નંગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે ન પહોંચતાં સ્થાનિકો દ્વારા નાળામાં પડી ગયેલ યુવકની ભારે જહેમત ઉઠાવી બહાર કાઢવામાં આવ્યો હતો અને યુવકને હેમખેમ રીતે ગટરનાં નાળામાંથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યાંરે યુવકને બહાર કાઢવા સમયે ડીસા નગરપાલિકાની ટીમ સહિત ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધી સ્થાનિકોની મદદથી નાળામાં ખાબકેલ યુવકને હેમખેમ રીતે બહાર કઢાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને જો સ્થાનિકો દ્વારા જહેમત ના ઉઠાવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત જ્યારે નાળામાં પડેલ યુવકને બહાર કાઢ્યા બાદ નંગરપાલિકાની ટીમ દ્વારા યુવકની પૂછપરછ કરાતાં યુવક દ્વારા દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું આ યુવક કાંકરેજ તાલુકાનો હોવાનું જાણવા મળ્યું હતું ...