આજે વાજતે ગાજતે ભક્તિ ભાવથી ગણપતિનું પૂજન કરી નદી કે તળાવમાં ગણપતિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર ડીસા શહેરના તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં બોલ મારી અંબે જય જય અંબેના ગગનભેદી નારા સાથે જગત જનની માં અંબાના ચરણોમાં શીશ ઝકાવવા પગપાળા નીકળ્યા હતા ત્યારે ડીસા થી રસાણા સુધીનો માર્ગ પદયાત્રીઓ અને નિહાળવા આવનાર લોકોથી ચક્કાજામ જોવા મળ્યો હતો ત્યારે ડીસા પાલનપુર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
ટ્રાફિક ના લીધે પદયાત્રીઓ હેરાન પરેશાનથઈ રહ્યા હતા જાણે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેમ પદયાત્રીઓ અને વાહનચાલકોથી માર્ગો પર ચક્કાજામ જોવા મળ્યો હતો વધુમાં ઉલ્લેખનીય છે કે માના ચરણોમાં શીશ ઝુકાવવા જતા પદયાત્રીઓને આવકારવા અને તેમની સેવા કેમ્પો જોવા મળ્યા હતા સાથે જ પદયાત્રીઓને થાકનો અહેસાસ ન થાય તે માટે વિવિધ સેવા કેમ્પ દ્વારા ડી જે ના તાલે ગાયકો દ્વારા મોજ કરાવવામાં આવી રહી હતી