ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સહિતના 400 જેટલા કર્મચારીઓ ગ્રેડ પે વધારવા અને ભરતી-બઢતીનો રેશીયો 1:3 કરી આપવા સહિતની પડતર માંગણીઓને લઈ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. જેના પગલે ગીર જંગલ રેઢું પડ બની ગયું છે. પડતર માંગણીઓ સંદર્ભે થોડા સમય અગાઉ લેખીત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ બે વખત ઉચ્ચ અધિકારીઓએ ગાંધીનગર બોલાવી પ્રશ્નો ઉકેલવાનો વિશ્વાસ આપી વધુ સમય માંગ્યો હતો. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં વનકર્મીઓમાં રોષ પ્રવર્ત્યો હોવાથી હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી હોવાનું કર્મીઓના મંડળે જણાવ્યું હતું.
માગોનો ઉકેલ ન આવતા ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષકો-વનપાલ કર્મીઓમાં રોષ; અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_11ad5278ea37a78039fc3129fad14f67.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)