ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.