•  
  •  

 

તા.10મી સુધીમાં પરીક્ષા નહીં લેવાય તો આમરણાંત ઉપવાસની ચીમકી

ટેટ અને ટાટ પરીક્ષાઓનું આયોજન નહીં કરાતા વર્ષ 2017થી બીએડ, પીટીસી અને ડીએલએડ પાસ યુવાનો શિક્ષક બની શક્યાં નથી. ગુજરાતમાં આવા ચાર લાખ જેટલા યુવાઓની ધીરજ હવે ખુટી ગઇ છે અને મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે, કે જો 10 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાના આયોજન સંબંધિ જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં આમરણાંત ઉપવાસ સહિત આંદોલન છેડવામાં આવશે.
સ્વણમ ગુજરાતની શાળાઓમાં ભૌતિક સુવિધાઓની ભરમાર છે,સુકૂલ ઓફ એક્સલન્સ, પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ખેલ મહાકુંભ યોજાતા રહે છે. આ ઉપરાંત ન જોઇતા કાર્યક્રમોનું તો લાખ્ખો અને કરોડ ખર્ચને આયોજન કરવામાં આવે છે.પરંતુ શિક્ષકોની મોટી ઘટ હોવા છતાં નિયમિત રીતે શિક્ષકોની ભરતી થતી રહે તેના માટે અનિવાર્ય કરાયેલી ટેટ અને ટાટની પરીક્ષાઓ લેવામાં આવતી નથી. બહેરી અને મુંગી બની ગયેલી સરકાર છેલ્લા છ વર્ષથી આ પરીક્ષા લેવાનું ભૂલી ગઇ છે. પરંતુ અન્ય રાજ્યોમાં નિયમિત પરીક્ષાઓ લેવા સાથે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. ગુજરાતના પદ્દાધિકારીઓ અને અધિકારીઓ જાણે ગુજરાતને શિક્ષણની વાતે બિહાર બનાવવાની ઇચ્છા ધરાવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના ભવિસ્યના શિક્ષકોએ શું કોર્ટનું શરણ લેવું પડશે, તેવો સવાલ પૂછવામાં આવ્યો છે.