સમગ્ર ભારતમાં છેલ્લા બે દાયકાથી નિષ્પક્ષ રીતે વેપાર ઉદ્યોગના પ્રશ્નો અને તેની પ્રગતિ માટે તેના વિકાસ માટે પોતાની આગવી શૈલીથી કામ કરતી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વેપારી આલમ અને ઉદ્યોગકારોમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગ્રેટર ચેમ્બર બિઝનેસ આઈકોન એવોર્ડની વધુ માહિતી આપતા પ્રમુખ રાજીવભાઈ દોશી અને માનદ મંત્રી ઉપેનભાઈ મોદી એ જણાવ્યું છે કે ખાસ કરીને રાજકોટ, મોરબી, જામનગર, જેતપુર અને અન્ય શહેરોના ઉદ્યોગોના વિકાસ માટે, તેના પ્રશ્નો માટે, અને નિત નવા કાયદાઓનું સરળ રીતે અર્થઘટન કરાવી સરકારી આંટીઘૂંટીમાંથી ચિંતા મુક્ત રહી, વેપાર ઉદ્યોગ ઉપર વેપારીઓ વધુ ધ્યાન આપી શકે તે માટે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ તે માટે હંમેશ ચિંતિત હોય છે. કોરોના કાળના ભયંકર બે વર્ષની હાડમારી ભોગવી ઉદ્યોગકારો ફરી પાછા તેની કુનેહ બેઠા થયા છે, અને આગળ વધી રહ્યા છે. તે જ રીતે છેલ્લા બે દાયકામાં દેશ અને દુનિયામાં રાજકોટ અને સૌરાષ્ટ્રનું નામ પોતાના ઉદ્યમી સ્વભાવથી, તેની નવી નવી પ્રોડક્ટ દ્વારા વિદેશી આઈટમોના પડકાર સામે ચેલેન્જ શિકારી હરીફાઈનો સામનો કરી અડીખમ ઊભા રહ્યા છે.