સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે પરંતુ અનેક વાહન ચાલકોની જિંદગી અકસ્માત બાદ મોતમાં હોમાતી હોય છે.ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઇવે ઉપર અકસ્માત નો વણઝાર સર્જાઈ જતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના કાનપર ગામના પાટીયા નજીક વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે.વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે બંધ પડેલ ડમ્પર પાછળ કંપનીના કર્મચારીઓને કંપનીમાં લઈ જતી ખાનગી વાન ડમ્પર પાછળ ઘૂસી ગઈ છે અને ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે ત્યારે અકસ્માતની ઘટના બાદ હાઇવે ઉપર લાંબી વાહનોની કતારો લાગી છે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર માટે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે,ત્યાં ડોક્ટરી ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.બાવળા નજીક આવેલ ખાનગી કંપનીના કર્મચારીઓને કંપનીમાં કામ અર્થે વાન લઈ જઈ રહી હતી તે સમયે કાનપરના પાટિયા પાસે રાત્રી દરમિયાન બંધ પડેલ ટ્રક વગર પાર્કિંગ લાઈટ આપી અને ઉભો હતો અને વાનના ડ્રાઇવરને આ કોઈ પણ પ્રકારે ટ્રક ઉભો છે તેની ભાળ ન થતા ટ્રકની પાછળ ધડાકા ભૈર કાર ઘૂસી જવા પામી છે. પોલીસ તંત્રને થતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું છે અને ત્રણેયની ડેડબોડીને કારના પતરા ચીરી અને બહાર કાઢવામાં આવી છે.