અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે ગાયો હોય કે મંદિર હોય, ભ્રષ્ટ ભાજપ માટે એ ધર્મ નહિ પણ ધંધો છે. લમ્પી વાયરસથી ઠેર ઠેર ગાયો મરી રહી છે. થોડા સમય પહેલા નગરપાલિકા સંચાલિત પાંજરાપોળમાં પણ ઘણી ગાયો મૃત્યુ પામી હતી, એ સમયે પણ તંત્ર દ્વારા તે મુદ્દાને છુપાવવાની કોશિશ કરવામાં આવી હતી. એ જ રીતે નવસારીના જમાલપુર વિસ્તારમાં સર્વોદય નગર કો-ઓપરેટીવ સોસાયટીમાં કો-ઓપરેટીવ સોસાયટીની માલિકીની જમીનમાં રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે. આ મંદિરની પાછળ ભાજપના મળતિયાઓની, સગા વ્હાલા અને બિલ્ડરોની નવ લાખ ચોરસ મીટર જમીન આવેલી છે.
તો ભાજપના લોકો આ રાધે કૃષ્ણ મંદિર તોડીને એ નવ લાખ ચોરસ મીટર જમીન સુધી જવાનો રસ્તો બનાવવા જઇ રહી છે. આ પ્લોટ સોસાયટીની માલિકીનો છે, 1988થી કાયદેસર રીતે સોસાયટી સ્થાપિત છે. 1988 પહેલાથી આ સોસાયટીને બનાવવામાં આવી છે અને અહીંયા કોઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ જાહેર કરવામાં આવી નથી, નવસારી નગર નિગમ તરફથી અહીંયા કોઈ રસ્તો બનાવવામાં આવેલો નથી. આ મંદિરને તોડી પાડવા મુદ્દે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસની મુદત 18 ઓગસ્ટની છે તેમ છતાં ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોલીસના કાફલા સાથે આ રાધે કૃષ્ણ મંદિર ને તોડ્યું છે.
સોસાયટી તથા આસપાસના 300થી વધુ હિંદુ પરિવારોએ આ બાબતનો વિરોધ કર્યો છે. તો તેમના ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એ જગ્યા પર બેરહમીથી મૂઢ માર મારવામાં આવ્યો છે. માર મારવાના કારણે આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તા ઘાયલ થયા છે, તેમાંના એક પ્રદીપ મિશ્રાને ડાબા હાથે બે ફ્રેકચર થયા છે. મંદિરને બચાવવા માટે આખા નવસારીના લોકો ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ભેદ રાખ્યા વગર આ મંદિરના સમર્થનમાં ઉભા છે. આગામી સમયમાં મંદિરના સમર્થન માટે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે.
ગેરકાયદેસર રીતે, દાદાગીરી થી, પોલીસનો ઉપયોગ કરીને બળજબરીથી કાયદેસરના માલિકીના પ્લોટ પર બનેલા રાધાકૃષ્ણ મંદિર તોડવાનું કામ મહા ભ્રષ્ટ ભાજપ કરી રહી છે. ભાજપનું આ કામ અત્યંત નિંદનીય, હીન કક્ષાનું, અધમ કક્ષાનું કૃત્ય છે, આમ આદમી પાર્ટી આ કૃત્યને સખત શબ્દોમાં વખોડે છે.
ગાયો અને ધર્મના નામે રાજનીતિ કરવાવાળા ભાજપના લોકો આજે ફરીથી ઉઘાડા પડી ગયા છે: સાગર રબારી
ભાજપ નવસારીમાં કાયદેસરના રાધેકૃષ્ણ મંદિરને તોડવાનું અધમ કૃત્ય કરી રહી છે: સાગર રબારી
ભાજપ તેમના મળતિયાઓની જમીન સુધી જવા માટે મંદિરને તોડીને ત્યાંથી રસ્તો બનવાનું નિમ્ન કક્ષાનું કામ કરી રહી છે: સાગર રબારી
મંદિરને બચાવવા ગયેલા લોકો પર નિર્દયી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેમાં 2 ‘આપ’ કાર્યકર્તા ગંભીર રીતે ઘાયલ થયેલ છે: સાગર રબારી
મંદિરને બચાવવાની લડતમાં આમ આદમી પાર્ટી નવસારીની જનતાના પડખે ઉભી છે: સાગર રબારી
અમે આમ આદમી પાર્ટી તરફથી સમગ્ર નવસારી શહેરની તથા સોસાયટીના લોકોને આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે આવનારા સમયમાં આ મંદિરને બચાવવા માટે સોસાયટીને જે પણ પ્રકારના સહયોગ અને મદદની જરૂરત હશે, આમ આદમી પાર્ટી એવા તમામ પ્રકારના સહયોગ અને મદદ આપવા માટે તૈયાર છે.આ મુદ્દે મેં પોતે સોસાયટીના આગેવાનો સાથે વાત કરી છે. શ્રદ્ધાના કેન્દ્રને ભાજપ તેમનો ધંધો વધારવા માટે જે કૃત્ય કરી રહ્યું છે, એમાં આમ આદમી પાર્ટી લોકોના પક્ષમાં ઉભી છે.
આ મહત્વપૂર્ણ પ્રેસ વાર્તામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પણ હાજર હતા.