અમરેલી.ગત તા .૩ / ૯ / ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન પર ગુજરાત નાં સમસ્ત સગર સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો . આ સ્નેહ મિલનમાં સગર સમાજને સ્પર્શતા રાજકોટ કુમાર છાત્રાલયની ગ્રાન્ટ ગાંધીનગર અને અમદાવાદ ખાતે છાત્રાલય માટે જમીન ફાળવવા અને હરદ્વાર ખાતે સગર સમાજના આરાધ્યદેવ શ્રીભગીરથ દાદાની પ્રતીમાના સ્થાપન માટે ના પ્રશ્નો ચર્ચા થઇ હતી . આ પ્રસંગે સંત શ્રી દાસારામ બાપાના મહંત શ્રી ભગવાનજી ભગત બાલાગામ , અમરેલી સગર સમાજ વતી અમરેલી ન જલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી ધર્મેશભાઈ અજાણી , અમરેલી સમા સગર સમાજ ના પ્રમુખ શ્રી દલપતભાઈ ચાવડા , શ્રી વિશાલભાઈ કાલેણા , બાલભાઈ કાલેણા , પરેશભાઈ પાથર તેમજ સમગ્ર ગુજરાતના સગર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી