શ્રી નવદુર્ગા વિદ્યાલય પાદરડી ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

ભારતમાં ગુરુને પૂજન્ય માનવામાં આવે છે ગુરુ એટલે શિક્ષક, ભારતમાં અનેક મહાન જ્ઞાની થઈ ગયા સમાજ ને સાચો માર્ગ બતાવવામાં શિક્ષકોની મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકોના જીવન ઘડતરમાં શિક્ષકો નું મહત્વ નું યોગદાન હોય છે. શિક્ષક દિન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસ ના અવસર પર મનાવવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પાંચમી સપ્ટેમ્બરના રોજ વિવિધ શાળા કોલેજોમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી હતી પાંચમી સપ્ટેમ્બર ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના ૨૪ વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો અને સંપૂર્ણ દિવસ વિદ્યાર્થીઓએ શિક્ષણ કાર્ય કરાવ્યું હતું સમગ્ર દિવસનું મેનેજમેન્ટ શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું શાળા પરિવારે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ પણ આનંદ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો. સાંજના સમયે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને પોતે કરેલા સમગ્ર દિવસનું કાર્ય ને બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો...