બે દિવસમાં પોરબંદર શહેરની વિભિન્ન શાળાઓ અને કોલેજોમાં જઈ કર્યો 4250 જેટલી વિદ્યાર્થિનીઓનો હિમોગ્લોબીન ટેસ્ટ અને કેન્સર જાગૃતિ અભિયાન 

પોરબંદરમાં સેવાલક્ષી, આરોગ્ય લક્ષી, શૈક્ષણીક અને અન્ય અનેક સમાજ સેવાના કાર્ય કરતી સંસ્થા રોટરી ક્લબ અને ઈનરવ્હીલ ક્લબ દ્વારા રાજકોટની પ્રખ્યાત બીટી સવાણી કેન્સર હોસ્પિટલ અને કુંડારીયા કેન્સર ફાઉન્ડેશનના સહયોગ થી પોરબંદર શહેર ની વિવિધ સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થિનીઓ માટે હિમોગ્લોબીન નિદાન અને કેન્સર જાગૃતિ મહાઅભિયાન યોજાયું હતું.

આ અભિયાનમાં બે દિવસમાં   4250 જેટલી વિદ્યાર્થિનીઓનું  હિમોગ્લોબીન ટેસ્ટ કરી એમને મહિલાઓમાં ઘાતક કેન્સર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ વિશે વધારે માહિતી આપતા રોટરી ક્લબના પ્રમુખ પૂર્ણેશ જૈન અને ઈનરવ્હીલ પ્રમુખ  મીના મજીઠીયા દ્વારા જણાવેલ કે મહિલાઓમાં હિમોગ્લોબીનની ખામી અને એમના લીધે મહિલાઓમાં સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ જોતા આ પ્રોજેક્ટ નું આયોજન કરેલ હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત વધારેમાં વધારે મહિલાઓમાં  હિમોગ્લોબીન ટેસ્ટ કરી એમને ક્રમશ: ત્રણ મહિનાની ફ્રી દવા આપીને આ બીમારી થી મુક્ત થાય ત્યાં સુધી એમની સાર સંભાળ કરવાના ના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. નજીક ના ભવિષ્ય માં મેમોગ્રાફી ટેસ્ટ અને પેપ સમિયર ટેસ્ટ અને ગર્ભાશય ના મુખનું કેન્સરની રસીકરણ નું કેમ્પ પણ યોજાવામાં આવશે.

પ્રથમ તબક્કામાં આ મહાઅભિયાનની શુરુઆત આર્યકન્યા ગુરુકુળમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ની 1000 વિદ્યાર્થીનીઓ નો હિમોગ્લોબીન ટેસ્ટ અને કેન્સર વિશે માર્ગદર્શન સેમીનાર સાથે થયેલ . આર્ય કન્યા ગુજરાતી માધ્યમ ના આચાર્યા રંજનાબેન મજીઠીયા અને ઇંગ્લિશ મિડીયમ ના પ્રિન્સીપાલ  વંદનાબેન શર્મા દ્વારા રાજકોટ થી પધારેલ કુંડારિયા કેન્સર ફાઉન્ડેશન ના વાઇસ ચેરમેન  શાંતિભાઈ ફળદુ અને સેક્રેટરી  કિશોરભાઈ કુંડારીયા સાથે રોટરી ક્લબ ઓફ પોરબંદર ના પ્રમુખ  પૂર્ણેશ જૈન, ઈનર વ્હીલ ક્લબ ના પ્રમુખ  મીના મજીઠીયા નું સ્વાગત સ્કૂલ ની બાલિકાઓ દ્વારા શ્લોક અને કમળના ફૂલ થી કરવામાં આવેલ . આ ઉપરાંત ટેકનિકલ ટીમ, રોટરી ક્લબ અને ઈનર વ્હીલ ક્લબ મેમ્બર્સ દ્વારા ગુરુકુળ મહિલા કોલેજ માં પણ 600 જેવી મહિલા વિધાર્થીનીઓ નું હિમોગ્લોબીન ટેસ્ટ અને કેન્સર જાગૃતિ પ્રોગ્રામ કરવામાં આવ્યો આ પ્રસંગે મહિલા કોલેજ ના  પ્રિન્સીપાલ  અનુપમ નાગર અને એમની ટીમ દ્વારા રોટરી કલબ અને ઈનર વ્હીલ ના સભ્યો ને સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. કેન્સર વિશે માર્ગદર્શન માં મહિલાઓ માં વધારે જોખમી અને પ્રચલિત બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશય ના મુખ નું કેન્સર સાથે માસિક ધર્મ સમયે ધ્યાન રાખવાની બાબતો ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી અને આ પ્રકાર ના કેન્સર માટે ઉપલબ્ધ રસીકરણ અંગેની માહિતી પણ આ સત્ર માં આપવામાં આવી હતી. આ સત્ર રાજકોટ થી બી ટી સવાણી કેન્સર  હોસ્પિટલ સાથે જોડાયેલ નિષ્ણાતો દ્વારા લેવામાં આવ્યુ હતું.આ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન હિમોગ્લોબીન ટેસ્ટ કરી બધી બાલિકાઓ ને ફ્રી આયર્ન ટેબલેટ પણ આપવામાં આવેલ હતી.

આ ઉપરાંત પોરબંદર શહેર માં આવેલ બાલુબા વિદ્યાલય ની બંને શિફ્ટ ની ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી 937 જેટલી વિધાર્થિનીઓનુ પણ હિમોગ્લોબીન ટેસ્ટ કરી એમના માટે કેન્સર જાગૃતિ સત્ર ગોઠવવામાં આવ્યું હતું. આ સત્ર માં શાળા ની આચાર્યા  અરૂણાબેન મારું અને સ્ટાફ નો વિશેષ સહકાર મળેલ હતો. 

આ મહાઅભિયાનના બીજા દિવસે ગોઢાણીયા કોલેજ અને હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી 1750 જેટલી વિધાર્થિનીઓ નું પણ ટેસ્ટ કરવામાં આવ્યો .આ  પ્રોજેક્ટ ના સફળ સંચાલન બદલ ગોઢાણીયા સંકુલ ના ચેરમેન  ડો.વિરમભાઇ ગોઢાણીયા એ રોટરી ક્લબ અને ઇનર વ્હીલ કલબ ને બિરદાવતા પોતાના મંતવ્ય માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર લોહી ની ઉણપ ધરાવતા બાળકો ની સંખ્યા માં લગાતાર વધારો થઈ રહ્યોછે એટલે આવા પ્રોજેક્ટ્સ સમાજ અને ખાસ કરી ને મહિલાઓ અને દીકરીઓ માટે વરદાન સ્વરૂપે છે એવું જણાવ્યું હતું. આ કાર્ય બદલ  ડો. વિરમભાઇ ગોઢાણીયા તરફ થી રોટરી કલબ ને પૂર્ણ સહકાર આપતા કોલેજ ની દીકરીઓ માટે સરળ રીતે ટેસ્ટ ની અને કેન્સર જાગૃતિ માટે વ્યવસ્થા કરવા સ્ટાફ ને સૂચન કર્યું હતું.

ગોઢાણીયા કોલેજ અને હાઈસ્કૂલ વિભાગ ના અધિકારીઓ માં  ઇશ્વરભાઇ ભરડા,  હીનાબેન ઓડેદરા, કૉલેજ ના પ્રિન્સીપાલ  કેતન શાહ, હાઈસ્કુલ પ્રિન્સીપાલ  શ્વેતા રાવલ, એમ એસ ડબલ્યુ વિભાગના  રણમલ સર , હોસ્ટેલ રેકટર  કિરણબેન ખુંટી , બીબેએ ના ચિત્રા મેડમ અને અન્ય સ્ટાફ નું આ આયોજન માં સહકાર મળેલ હતો

આ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન ડો.ધરા ચિત્રોડા અને ડો. નિશા માખેચા દ્વારા દીકરીઓ ના અંગત પ્રશ્નો નું પણ માર્ગદર્શન આપવા મા આવ્યું હતું. 

આ સમગ્ર પ્રોગ્રામ નું આયોજન રોટરી ક્લબ ના સિનિયર મેમ્બર અને પ્રોજેક્ટ ચેરમેન  વિજયભાઈ મજીઠીયા ના માગૅદશૅન માં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માં રોટરી ક્લબ ઓફ પોરબંદર ના પ્રમુખ  પૂર્ણેશ જૈન, આસિસ્ટન્ટ ગવર્નર  અનિલ રાજ સિંઘવી, સેક્રેટરી  તુષાર લાખાણી, ઉપપ્રમુખ અનિલ માંડલિયા , પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર  કૌશિક  પરમાર અને અન્ય સભ્યો માં  રોહિત લાખાણી,  જયેશ ભટ્ટ, શ્રી પ્રિતેશ લાખાણી,  જયેશ પત્તાની, હરીશ ગોહેલ,  હર્ષિતભાઇ રુઘાણી,  પ્રણય રાવલ, ડો.નિશાબેન માખેચા,  દિવ્યેશ સોઢા , શ્રી નીરજ મોણાની અને ઇનર વ્હીલ ક્લબમાં પ્રમુખ  મીના મજીઠીયા, સેક્રેટરી સીમા સિંઘવી, પ્રોજેકટ ચેરમેન ડૉ. ધરા ચિત્રોડા તથા દીપાબેન દત્તાણી, ઇલાબેન ઠક્કર, ભાવનાબેન સિમરીયા, તેહનાઝ વાડિયા, રચના વાડિયા, હંસા બેન ગોહેલ, સુધાબેન માખેચા, સ્વાતિ માંડલિયા, પૂજા બારાઈ, જીજ્ઞા લાખાણી, જીજ્ઞા માંડવિયા, દીપ્તિ લાખાણી, અમી લાખાણી, હિના ભટ્ટ, સુચિત્રા ભટ્ટ, ઈશિતા રાયઠઠ્ઠા અને ગરિમા જૈન હાજર રહ્યાં હતાં અને સહયોગ આપેલ હતો.

ટેકનિકલ ટીમ માં રાજકોટ થી આવેલ હિમાંશી મોરિધ્રા, કૈરવી મારડિયા, હેમાંગી પાનસુરીયા, હિતેશ્વરી કંકાડિયા, પ્રીન્સી અકબરી અને પ્રિયા ભૂત અને આશા હોસ્પિટલ ના મેહુલ પરમાર ,રાજુ મોઢવાડીયા, અલ્ફાઝભાઈ અને કેતન અપારનાથ તથા અમોન ગોઢાણીયાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયેલ હતો.