ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શિક્ષણ ક્ષેત્રે આપેલા અભૂતપૂર્વ યોગદાનને કારણે તેમના જન્મદિવસ નિમિતે આજરોજ તા.૦૫ સપ્ટેમ્બરના રોજ પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાના અધ્યક્ષ સ્થાને પોરબંદરના તાજાવાલા હોલ ખાતે "શિક્ષકદિન"ની ઉજવણી કરવામાં કરવામા આવી હતી. તથા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક તથા માધ્યમિક કક્ષાએ વર્ષ ૨૦૨૨-૨૩ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર  જિલ્લા તેમજ તાલુકાના ૭ શિક્ષકોનું સન્માન કરવામાં કરવામા આવ્યુ હતુ. તથા સારી કામગીરી કરનાર અન્ય શિક્ષકોનુ સન્માન તથા પ્રતિભાશાળી વિધાર્થીઓનુ સન્માન કરાયુ હતુ.

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ તાજાવાલા હોલ ખાતે યોજાયો હતો. બાળકના વ્યક્તિત્વનો વિકાસ તથા ચારિત્ર્યનુ નિર્માણ કરવામા શિક્ષકોનુ મહત્વનુ યોગદાન છે તેમ જણાવીને જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાએ વધુમા ઉમેર્યુ કે, દરેક માતા-પિતાને શિક્ષક પર ખુબ જ વિશ્વાસ હોય છે. અને એટલે જ વાલીઓ પોતાના સંતાનને શિક્ષણ અને જ્ઞાન માટે શાળાઓમા મોકલતા હોય છે. ગુજરાતની સરકારી શાળાઓમા વિધાર્થીઓને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહ્યુ છે. અને તેથી જ અત્યારે ખાનગી શાળાઓમાથી વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમા એડમીશન લેવડાવે છે. મંજુબહેને આ તકે તાલુકા અને જિલ્લાકક્ષાના સન્માનિત શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અશોક શર્માએ શિક્ષકોને પ્રેરક વાત કરીને જીવનમા આદર્શ શિક્ષણ તથા  શિક્ષકનુ મહત્વ સમજાવી કહ્યુ કે, શાળાઓમા બાળકોને ભારતીય સંસ્કૃતિનુ દિવ્ય અને ભવ્ય ગોકુળ અને વૈકુઠસમુ સર્વાગી શિક્ષણ મળે અને બાળકોનુ જીવન ઘડતર થાય તે માટે શિક્ષકોએ હંમેશા પ્રયત્નશીલ રહેવુ જોઇએ. શિક્ષકોનો પ્રભાવ બાળકના જીવનમા સારો એવો પડે છે. જેથી શાળામા બધા શિક્ષકો એકબીજાને સહયોગ આપે તો જ વિધાર્થીઓનુ સારી રીતે ઘડતર શક્ય છે. આ તકે કલેકટરએ વિધાર્થી તરીકેના તથા શિક્ષક તરીકેના દિવસોને યાદ કરી પોતાની દિકરી પણ શિક્ષક છે તેમ જણાવી શિક્ષક દિનની સૈાને શુભકામના પાઠવી હતી. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી કણસાગરાએ સન્માન સમારોહમા ઉપસ્થિત રહેલા સૈા મહેમાનોને શાબ્દિક આવકાર આપી કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી. કાર્યક્રમમા શ્રેષ્ઠ શિક્ષક સન્માનિત બે શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રેના પોતાના અનુભવો કહ્યા હતા. તથા કલેકટર દ્રારા શિક્ષકો માટે બનાવેલો ઓડીયો સંદેશ ઉપસ્થિત સૈાએ સાંભળ્યો હતો. કાર્યક્રમની આભારવિધિ સંદિપભાઇ સોની તથા સંચાલન પુજાબેન રાજાએ કર્યુ હતુ. 

આ તકે જિલ્લા વિકાસ અધિકારી વિ.કે.અડવાણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઇ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઇ કેસવાલા સહિત મહાનુભાવો, અધિકારીઓ તથા  શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.