છોટાઉદેપુર જિલ્લાના બે શિક્ષકોનું મહા ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા રાજ્યકક્ષાએ સન્માન કરવામાં આવ્યું હતું. 

      ૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિતે શિક્ષકોના કૌશલ્ય અને કર્મઠતાને બિરદાવવાનો અવસર હોઇ છે. આ અવસરે મહા ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત શિક્ષણ સેવા સંસ્થા દ્વારા નડિયાદ મુકામે ૩૫ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમાજમા શિક્ષણની સાથે સમાજ, દેશ અને રાષ્ટ્રસેવાને પૂરક સેવા ત્યાગ અને સમર્પણને ધ્યાને રાખીને આપવામાં આવે છે.

           આ કાર્યક્રમનું ઉદ્ધઘાટન દીપ પ્રગટ્યથી કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર કાશીપુરિયા દ્વારા મંચસ્થ મહેમાનોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. 

        સંસ્થાના મહામંત્રી અને લેખક ભરતસિંહ પરમાર દ્વારા વર્તમાન સમયમાં શિક્ષણને સર્વાંગી વિકાસ માટેનું મુખ્ય કેન્દ્ર ગણાવ્યું હતું.પરંતુ સાથે શિક્ષણ સંસ્કાર વિના પાગળું હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો. શિક્ષણમાં સદગુણો અને કૌશલ્યોને પૂર્ણ કરવા માટે આ સંસ્થા શિક્ષકોની પસંદગી કરે છે. જેથી આજે પસંદ થયેલા શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

         આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કવિ લેખકોની હાજરી રહી હતી. આ તમામ હાજરી અને પસંદગી વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના બે શિક્ષકોની પસંદગીએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જેમાં છોટાઉદેપુર તાલુકાની પૉટીયા પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશભાઈ ઉપાધ્યાય તથા પાવીજેતપુર તાલુકાની ચુડેલ પ્રાથમિક શાળાના મહેશભાઈ ચંદુભાઈ રાઠવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેઓની વિશિષ્ટ કામગીરીને લઈને મહાગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન પોતાની કારકિર્દી અને અનુભવોને મંતવ્ય રૂપે વ્યક્ત કરવામાં આવ્યા હતા. મુકેશભાઈ ઉપાધ્યાયે સન્માન બાબતે પોતાના મંતવ્યમાં મૂલ્યાંકન કરતા આંકલન અને સફળતા કરતા શ્રદ્ધા માનવ વિકાસ માટે જરૂરી હોવાનું ગણાવ્યું હતું.બન્ને શિક્ષકોના પ્રભાવશાળી પ્રવચનની કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર કાશીપુરિયા દ્વારા પ્રસંશા કરી હતી. તમામ શ્રેષ્ઠ શિક્ષકો, કવિઓ અને લેખકો દ્વારા સદર કાર્યક્રમ રાષ્ટ્ર્ર વંદના રૂપ ગણાવ્યો હતો. 

          આમ, છોટાઉદેપુર જિલ્લાના બે શિક્ષકોનું રાજ્ય કક્ષાએ સન્માન કરવામાં આવતા છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. આ બંને શિક્ષકોને જિલ્લાના સમગ્ર શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છ.