બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાનું આજે મંગળવારે સવારે ભારતના સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાની ચાર દિવસીય ભારત મુલાકાતનો આ બીજો દિવસ છે. આ બેઠક દરમિયાન શેખ હસીના આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રને લગતા ઘણા કરારોને અંતિમ સ્વરૂપ આપી શકે છે.
શેખ હસીનાએ કહ્યું, અમારું સંપૂર્ણ ધ્યાન ગરીબી દૂર કરવા અને અર્થવ્યવસ્થાના વિકાસ પર છે.
મને લાગે છે કે બંને દેશો આ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી કરીને માત્ર ભારત અને બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં લોકોને સારું જીવન જીવી શકે.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન શેખ હસીનાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેઓ રાષ્ટ્પતિને પણ મળ્યા હતા.
અને રાજઘાટ જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.