રાષ્ટ્રીય સયુંકત મોરચો પોરબંદર જિલ્લો મારફત ધરણા, રેલી અને કલેકટર  પોરબંદર ને  જૂની પેન્શન યોજના, HTAT ના પ્રશ્નો, સાતમા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થા અને બીજા અન્ય પ્રશ્નો માટે આવેદન આપવાનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં  સૌ કર્મચારી ભાઈ, બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
સૌ પ્રથમ બપોરે 03:00 કલાકે  યોગી શ્રી રામનાથજી શાંતિ આશ્રમ, કલેકટર કચેરી સામે, એરપોર્ટ સામે, પોરબંદર બધા એકઠા થયા હતા. ત્યાં સભા રાખી, ધરણા કરી કલેકટર સાહેબને આવેદનપત્ર આપેલ છે. આ કાર્યક્રમ માં ભારતીય મજદૂર સંઘ, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદર, રાષ્ટ્રીય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદર વગેરે સાથે સંકળાયેલ કર્મચારીઓએ હાજરી આપી સરકાર વિરૂદ્ધ પોતાના હકની માગણીઓ માટે રોષ ઠાલવેલ છે.
કાર્યક્રમ ને સફળ બનાવવા મયુરસિહં રાઠોડ, સયોજક હિતેશભાઈ દુધરેજિયા, માર્ગદર્શક હમીરભાઇ મોઢવાડીયા, સહ સયોજક રાષ્ટ્રીય સયુંકત મોરચો પોરબંદર વગેરે એ જહેમત ઉઠાવી હતી.