પોરબંદર શહેરમાં લાલબત્તી મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો વર્ષોથી માનવ સેવા એજ પ્રભુ સેવા મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા અનેકવિધ સેવા યજ્ઞો ચલાવી રહ્યાં છે. 

આજે આ સેવા યજ્ઞ પ્રવૃત્તિ દરમ્યાન પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ તથા લેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને આ તમામ દર્દીઓ જલ્દીથી સ્વસ્થ બની ઘરે જઈ શકે એવા ઉમદા હેતુથી તમામ દર્દીઓને મગનું પાણી, સફરજન મોસંબી અને મમરા વગેરે પૌષ્ટિક આહાર અને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મગના પાણીની અંદર હળદર મીઠું ધાણાભાજી આદુ લીંબુ ટમેટાથી ભરપૂર સ્વાદિષ્ટ મગનુ પાણી આપવામાં આવ્યું હતું આ મગનું પાણી બિમાર દદીઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

મામાદેવના સેવકોએ આવા ઉમદા હેતુથી આપણા શહેરના ગરીબ દર્દીઓના આરોગ્યની ચિંતા કરી સમગ્ર માનવ સમાજને માનવતાનો ઉમદા સંદેશ આપ્યો હતો. 

આમ, લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોની સેવાભાવી ટીમ દરેક જીવમાત્રની ચિંતા કરી આવા અનેક સેવાના કાર્યો સતત કરતી આવે છે, ત્યારે આ કામગીરીને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે અને ઈશ્વર પણ આ સેવાકાર્યો જોઈને મામાદેવની ટીમ ઉપર આશીર્વાદ વરસાવતો હશે કે મામાદેવની અમી દ્રષ્ટિથી આ ટીમ સતત આવા સેવા કાર્ય કરતા રહે