તા.૦૫/૦૯/૨૦૨૨ ના
રોજ રખિયાલ કલંદરી મસ્જીદ ચાર રસ્તા પાસેથી આરોપી અરબાઝઅહેમદ ઉર્ફે સુમ્મન સ/ઓ
ઈસ્તેખારઅહેમદ નિયાઝઅહેમદ શેખ, ઉ.વ.૨૧, રહે. કનુભાઈ ડોકટરની ચાલી, મોનોગ્રામ
મીલની પાછળ, રખિયાલ રોડ, રખિયાલ, અમદાવાદ શહેર નાને ઝડપી લેવામાં આવેલ છે.
આરોપી પાસેથી (૧) એક ગ્રે મેટેલીક કલરનો Real me કંપનીનો C3 મોડલનો
મોબાઈલ ફોન કિ.રૂ.૪૦૦૦/- (૨) એક વાદળી કલરનો Red mi કંપનીનો Notes pro
max મોડલનો મોબાઈલ કિ.રૂ.૪૦૦૦/- (૩) એક વાદળી કલરનો Vivo કંપનીનો Y20A
મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦૦/-(૪) એક કાળા કલરનું સુઝુકી એવીનેશ સ્કુટર કિ.
રૂ.૮૦૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૯૩,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ રીકવર કરેલ. જે
મુદામાલ તેણે ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતાં સી.આર.પી.સી. કલમ
૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન તેણે નીચે મુજબના ગુનાઓ આચરેલ હોવાની
કબુલાત કરેલ છે.
(૧) આજથી આશરે પંદરેક દિવસ અગાઉ રાત્રીના સમયે પોતાના સુઝુકી એવીનેશ સ્કુટર ઉપર
આવી ગોમતીપુર કાળીદાસ મીલ કંપાઉન્ડ ખાતે એક ઈસમના હાથમાંથી મોબાઈલ ફોન
ઝુંટવી નાસી ગયેલ.
(૨) આજથી આશરે દોઢેક માસ અગાઉ રાત્રિના આશરે બે વાગે પોતાના મિત્ર સાથે સુઝુકી
એવીનેશ સ્કુટર લઈને બાપુનગર મરઘા ફાર્મ રોડ ઉપર આવી એક એકટીવા ચાલક
લેડીઝના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી નાસી ગયેલ.
(૩) આજથી આશરે એકાદ માસ અગાઉ રાત્રિના સમયે પોતાના મિત્ર સાથે સુઝુકી એવીનેશ
સ્કુટર ઉપર આવી રખિયાલ રામદેવપીરના મંદીર સામે રોડ ઉપર એક ઓટોરીક્ષામાં બેઠેલ
લેડીઝના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી નાસી ગયેલ.
શોધાયેલ ગુન્હા:
(૧) ગોમતીપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૮૨૨૦૮૭૫/૨૦૨૨ ઈપીકો કલમ-૩૭૯
(એ) (૩)
ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૭૨૨૦૭૨૦/૨૦૨૨ ઈપીકો કલમ-૩૭૯
(૨) બાપુનગર પો.સ્ટે.
(એ)(૩) ૧૧૪
(૩) રખિયાલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૯૨૨૦૪૯૭/૨૦૨૨ ઈપીકો કલમ-૩૭૯(એ)
(૩) ૧૧૪
આરોપીનો ગુનાહીત પુર્વ ઇતીહાસ:
સને-૨૦૨૧માં વટવા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચીંગના ગુનામાં પકડાયેલ છે.
પકડાયેલ આરોપીએ આ સિવાય અન્ય કોઈ ગુનાઓ કરેલ છે કે કેમ ? તેમજ તેની સાથે
બીજા કોઈ ઈસમોની સંડોવણી છે કે કેમ? તે બાબતે તેની પુછપરછ ચાલુ છે.