કોઠારીયા ચોકડીથી આગળ પીરવાળી પાસે પતંજલી સ્કૂલની બસમાં કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી. આગના ધુમાળા નીકળતાં જ ડ્રાઈવર જીવ બચાવીને નીચે ઉતરી ગયા હતાં અને આગની ઘટના ઘટતાંજ માણસોના ટોળા એકઠા થઇ ગયા હતાં અને તાત્કાલિક ફાયરબ્રિગેડ ને જાણ કરતાં ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગના બનાવ સમયે બસમાં કોઈ વિદ્યાર્થી હાજર ન હોઈ જેથી મોટી દુર્ઘટના ટળી હતી. બીજા બનાવમાં, રેસકોર્ષ રિંગરોડ પરના બહુમાળી ભવન પાસે મકાઈ અને કાવાના વેપારીની રેકડીમાં ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી.જેની જ્વાળા બાજુમાં પાર્ક કરેલી એકટીવા પર પાડતાં તેમાં પણ આગ લાગતા સળગવા લાગી હતી. જ્યાં હાજર લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતાં હાજર લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. આગના બનાવમાં બાઇક સળગીને ખાક થઈ ગયું હતું.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं