વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન

અમરેલી, તા.૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ (રવિવાર) અમરેલી જિલ્લાની લીલીયા તાલુકાના લીલીયા સ્થિત શ્રી અમૃતબા વિદ્યાલય ખાતે ''લોકતંત્ર કે પ્રહરી" હેન્ડબુક ELC પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચુનાવ પાઠશાળાના નોડલ અધિકારીશ્રી એચ.એમ. કરડ, શ્રી જે.એફ. ઠુંમર, શ્રી પી.એચ. ઠાકર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી 

 -.