ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ - જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું . ગઇ કાલ તા .૦૪ / ૦૯ / ૨૦૨૨ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા સાહેબની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બારપટોળી ગામના પાટીયા પાસે આવતાં બાતમી રાહે હકીકત મળેલ કે , કાતર ગામ તરફથી આવતા ટ્રેકટર સાથેની ટ્રોલીમાં ટ્રેક્ટરનો ડ્રાઇવર પૈસા લઇ , ટ્રેક્ટરની ટ્રોલીમાં અમુક ઇસમોને પૈસા પાનાથી હારજીતનો જુગાર રમાડે છે અને જુગાર હાલ ચાલુ છે તેવી ચોક્કસ બાતમી મળતાં વોચ ગોઠવી બાતમી વાળું ટ્રેક્ટર આવતાં તેને રોકી ટ્રોલી ચેક કરતાં કુલ અગિયાર ઇસમો જુગાર રમી રમાડતાં હોય , જેમને પકડી પાડી , તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ ( ૧ ) પ્રવિણભાઇ ચીથરભાઇ સાંખટ , ઉ.વ .૩૪ , ધંધો ડ્રાઇવીંગ , રહે.બાબરકોટ , તા.રાજુલા , જિ.અમરેલી . ( ૨ ) દિનેશભાઇ બચુભાઇ સાંખટ , ઉં.વ.ર૭ ધંધો પ્રા.નોકરી , રહે.બાબરકોટ , તા.રાજુલા , જિ , અમરેલી . ( ૩ ) રાણાભાઇ અમરાભાઇ જાદવ , ઉં.વ .૨૨ , ધંધો ખેતીકામ , રહે.બાબરકોટ , તા.રાજુલા , જિ.અમરેલી , ( ૪ ) રાજેશભાઇ છનાભાઇ સાંખટ , ઉ.વ .૩૩ , ધંધો - મજુરી , રહે.બાબરકોટ . તા.રાજુલા , જિ.અમરેલી ( ૫ ) ભીખુભાઇ ભુપતભાઇ મકવાણા , ઉ.વ .૨૪ , ધંધો - અભ્યાસ , રહે.બાબરકોટ , તા.રાજુલા , જિ.અમરેલી , ( ૬ ) દીપકભાઇ પુનાભાઇ બાંભણીયા , ઉ.વ .૨૦ , ધંધો - મજુરી , રહે.મીતીયાળા , તા.જાફરાબાદ , જિ.અમરેલી , ( ૭ ) લાખાભાઇ સોમાતભાઇ શિયાળ , ઉ.વ .૩૮ , ધંધો મજુરી , રહે.બાબરકોટ , તા.રાજુલા , જિ.અમરેલી , ( ૮ ) મધુભાઇ વાઘાભાઇ સાંખટ , ઉં.વ.ર ૭ , ધંધો - મજુરી , રહે.બાબરકોટ , તા.રાજુલા , જિ.અમરેલી , ( ૯ ) ભરતભાઇ ફકીરભાઇ સાંખટ , ઉ.વ .૩૬ , ધંધો - મજુરી , રહે.બાબરકોટ , તા . રાજુલા , જિ.અમરેલી , ( ૧૦ ) રમેશભાઇ ઘેલાભાઇ શિયાળ , ઉ.વ. ૩૩ , ધંધો - મજુરી , રહે.બાબરકોટ , તા.રાજુલા , જિ.અમરેલી , ( ૧૧ ) ખીમજીભાઇ ભીખુભાઇ શિયાળ , ઉ.વ .૨૮ , ધંધો - મજુરી , રહે.વારાહસ્વરૂપ , તા.જાફરાબાદ , જિ.અમરેલી , પકડાયેલ મુદ્દામાલઃ રોકડા રૂ .૧,૧૪,૨૭૦ / - તથા મોબાઇલ ફોન નંગ -૦૮ , કિ.રૂા .૪૪,૦૦૦ / - તથા એક આઇશર ૩૮૦ ટ્રેક્ટર રજી.નં. GJ - 14 AP - 2647 , કિ.રૂ .2,00,000 / - તથા ટ્રોલી , ડબલ વાડવાળી , રજી નં . GJ - 14 - W - 2985 , કિ.રૂ .૫૦,૦૦૦ / - મળી કુલ કિં.રૂ .૪,૦૮,૨૭૦ / - નો મુદ્દામાલ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી