રાણપુર આથમણા વાસ ગામે જય અંબે મિત્ર મંડળ ગ્રુપ ઓફ રાણપુર દ્વારા લંમ્પી વાયરસથી પીડાતી ગૌમાતાની વહારે આવી આયુર્વેદિક લાડું બનાવ્યા

સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસે હાહાકાર મચી જવા પામ્યો છે અનેક અનેક પશુઓના મોત થતાં જીવદયાપ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે ત્યારે લમ્પી વાયરસથી પશુઓને બચાવવા માટે સરકાર દ્વારા રસી મુકવામાં આવી રહી છે સાથેસાથે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના રાણપુર આથમણા વાસ જય અંબે મિત્ર મંડળ મેલડી ધામ રાણપુર દ્વારા લંમ્પી વાયરસથી પીડાતી ગાયો માટે ગૌ માતાને બચાવવા દેશી આયુર્વેદિક લાડુ 100 થી 150 કિલોના લાડુ જડીબુટ્ટીના આયુર્વેદિક વસ્તુથી બનાવી જય અંબે મિત્ર મંડળ ગ્રુપના સભ્યો અને ગામના યુવાનો તનતોડ મહેનત કરી ગામમાં રખડતી તમામ ગાયોને લાડુ ખવડાવી રહ્યા છે