રેશમીયા ગામ ના તરવરીયા સેવાભાવી કાઠી યુવાન માંજરીયા જોરૂભાઈ માણભાઈ ઉમર વર્ષ 47નુ અવસાન થતા સમગ્ર પંથક ના કાઠી સમાજ સાથે અઢારેય વર્ણમા શોકનુ મોજુ ફેલાયુ છે , જોરૂભાઈ ની ખાસીયત હતી કે કોઈ પણ સમાજ નો કોઈ પણ વયક્તિ આર્થીક રીતે નબળો હોય અને દવાખાને દવા લેવાની શક્તિ ન હોય તો પોતે પોતાની ગાડી આપે પૈસા પણ એ પણ નિસ્વાર્થ ભાવે .પોતાને બોરવેલ નો બીજનેસ હતો કોઈ ખેડુત ને આર્થીક તકલીફ હોય તો તેને પણ કુવામા અમુક સેવામા આડા બોર કરી આપ્યા જેવી સેવાના દાખલા આજે પણ બોલે છે.. આવા સેવાભાવી વ્યકતીનુ અવસાન થતા સમગ્ર પંથકમા અઢારેય વર્ણમા ઘેરા શોક નુ મોજુ પ્રસર્યુ છે ત્યારે એક લોક સાહિત્યનો એક દુહા અહીયા ટાંકવો જરુરી બને છે "મીઠા બોલા માનવી જગ છોડી જશે, કાગા એની કાણ ઘર ઘર મંડાશે." આવા માનવતાના મસીહા માંજરીયા જોરૂભાઈ માણભાઈ ને રેશમીયા ના અગ્રણી શિવરાજભાઈ મનુભાઈ જેબલીયા. દરબાર શ્રી ખાચર અમરદીપભાઈ જે. માંજરીયા માણભાઈ ઘુસાભાઈ. માંજરીયા દિલુભાઈ. માંજરીયા રવુભાઈ. માંજરીયા નરેન્દ્રભાઈ. માંજરીયા કુળદીપભાઈ. ગોવાળીયા લગધીરભાઈ. ગોવાળીયા બહાદુરભાઈ. જળુ વલકુભાઈ. ખટાણા બેચરભાઈ સયપંચ રેશમીયા. પલાળીયા જીગ્નેશ વી. તાલુકા ઉપ પ્રમુખ ભાજપ. તથા રેશમીયા ગામ સમસ્તએ અંશ્રુ ભીની શ્રધ્ધાંજલી પાઠવેલ છે
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી