રાજ્યના પોલીસ વડાએ રાજ્યના તમામ રેન્જ આઈજી અને એસપી સહિત પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર પે ગ્રેડ મામલે કોઇપણ પ્રકારના સરકાર વિરુદ્ધ પ્રચાર ન કરે તેમજ તેઓને સમજાવે તેવી અપીલ કરતો પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક સમયથી કોન્સ્ટેબલ, એએસઆઈ, એલઆરડી અને હેડ કોન્સ્ટેબલ પોતાના સોશિયલ મીડિયા પર પે ગ્રેડની મુહિમ ચલાવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ પરિવાર માટે સહાય પેકેજ જાહેર કરવા છતાંય પોલીસ કર્મીઓ નોંધવાઈ રહ્યા છે વિરોધ. ડીજીપીએ તમામ એસપી, રેન્જ આઈજી અને કમિશ્નર પોલીસ જવાનો સમજાવે તેવી અપીલ કરી છે. સોશિયલ મીડિયામાં પે ગ્રેડ મામલે કોઇપણ પ્રકારના સરકાર વિરુદ્ધ પ્રચાર ન કરે.

ગુજરાતમાં ગ્રેડ પેનો મામલો ધીમેધીમે વકરી રહ્યો છે. ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે તારીખ 7 જાન્યુઆરીના રોજ પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ પે મામલે રસ્તા પર બેસી અને ધરણાં કરવા બેસી ગઈ હતી. આ સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા અનેક પોલીસ પરિવારની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના 9 મહિના બાદ પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ અરવલ્લી ખાતે ઈસરી પોલીસ મથકના ASI જયદીપસિંહ વાઘેલાને મોડી રાત્રે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જયદીપસિંહ વાઘેલાને ઈસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ હતી. જયદીપસિંહે કહ્યું હતું કે, મને સસ્પેન્ડ કરાયો છે એ ઉચિત નથી તેમ છતાં વિભાગના હુકમનું પાલન કરીશું.

સરકારે પોલીસને ગ્રેડ પે ને બદલે પબ્લિક સિક્યોરિટી ઈન્ટેન્સિવ આપવાની જાહેરાત બાદ તેમની પાસેથી ફરજિયાત બાંયેધરીપત્રક ભરાવવાના આદેશોથી પોલીસકર્મીઓમાં ભારે નારાજગી છે. આ મામલે બે જૂથો પડી ગયા છે. કેટલાક પોલીસકર્મીઓ રાજી છે તો નારાજ પોલીસકર્મીઓની સંખ્યા પણ ઓછી નથી. સરકારના આદેશો બાદ ગઈકાલે ગુજરાત ભરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રોલકોલ લેવાયો હતો. જેમાં મોટા વિવાદો પણ બહાર આવ્યા છે. કોન્સ્ટેબલથી માંડીને એએસઆઈની યાદી સાથે બાંહેધરીપત્રક ભરાયાનો ડેઈલી રિપોર્ટ આપવા માટે આદેશ કરાયો છે. ડીજીપી દ્વારા ઈન્સેટિવ સહિતના ભથ્થાના અમલ માટે પરિપત્ર કરાયા છે.