વડીયા તાલુકાના દેવગામે રહેતા જીતુબેન મનસુખભાઈ સાપરા ગત તારીખ 8 12 2020 ના રોજ તેણીના પતિ સાથે સવારે મોટા માચીયાળા ગામે લગ્નમાં ગયા હતા ઘરે તેણીના પુત્રવધુ નયનાબેન હોય તે પણ પોતાના મકાનને તાળું મારી બાલમંદિરમાં સુખડી બનાવવા ગયેલા હતા. સાંજે ચાર વાગે જીતુબેન તથા તેણીના પતિ પોતાના ઘરે પરત આવ્યા ત્યારે એક અજાણીયો ઇસમ ઘરની બહાર ઉભો હોય તેને આ પતિ પત્નીએ પૂછતા જણાવેલ કે અમો ભેંસ જોવા આવ્યા છીએ અને મારા બનેવી અંદર ગયા છે તેમ કહેતા આ પતિ પત્ની અંદર ગયા તો એક અજાણ્યો માણસ ઘરમાં ખાખાખોળા કરતો હોય આ પતિ પત્નીને જોઈ અને તેમની ઉપર ગિલોલ વડે છુટો પથ્થર મારી જીતુબેનના આઠ દાંત પાડી નાખી ગંભીર ઈજા કરેલ હતી બાદમાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી આ બંને અજાણ્યા ઈસમો દ્વારા લોખંડના કબાટની અંદર તિજોરીમાં રાખેલ સોનાની બુટ્ટી નંગ ત્રણ જોડી કિંમત રૂપિયા 30,000 સોનાનો ચેન કિંમત રૂપિયા 25000 તથા વીંટી નંગ ત્રણ કિંમત રૂપિયા 30,000 તથા રોકડ રકમ રૂપિયા 1000 મળી કુલ રૂપિયા 86 હજારની લૂંટ ચલાવી બાઈક ઉપર નાસી ગયા હતા

આ અંગેનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલોને માન્ય રાખી સત્ર ન્યાયાધીશ આરટી વચ્છાણીએ આરોપી કાળુ ઉર્ફે સુરાભાઈ વાઘેલા રે મોટાદેવડીયા વાળાને ipc 394 માં 10 વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000 દંડનો હુકમ કરવામાં આવ્યો ₹30,000 ની રકમ ઈજા પામનાર જીતુબેન ને અપીલ પિરિયડ પૂરો થતા વળતર ચૂકવવા પણ હુકમ કરેલ