બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર રંગ બિરગી રોશની થી જગમગાહટ ઉઠ્યું.. અંબાજી માં 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ નો મહામેલો યોજનાર છે . જેથી અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. રાત્રી દરમ્યાન અંબાજી મંદિર માં રંગ બિરગી રોશની થી મંદિર નું સજાવટ કરાયું છે. રાત્રી ના સમય અંબાજી મંદિર ની અલોકીક રોશની ની સજાવટ જોઈ માઇભક્તો ખુશી વ્યક્ત કરી છે. વિશેષ રોશની થી અંબાજી મંદિર ની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રયુ છે. રોશની થી શરાબોર અંબાજી મંદિર ને જોઈ ભક્તો આનન્દ ની લાગણી વ્યક્ત કરી રયા છે. અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટો નો શેડ તૈયાર કરવા માં આવ્યો છે.અંબાજી મંદિર ના શક્તિદ્વાર આગડ દર્શન પથ ના હાઇવે રોડ ને મેલા દરમ્યાન નો વહિકલ જોન જાહેર કરવા માં આવ્યો છે સાથે આ રોડ ને વિશેષ રોશની થી શણગારવામાં આવ્યો છે . રાત્રી ના દરમ્યાન મંદિર આગળ નો રોડ રોશની થી જગમગાઈ ઉઠ્યો છે તો અંબાજી આવતા માઇભક્તો ને મહામેલા નો અનુભવ સાથે ખુશી ની લાગણી વ્યક્ત કરી રયા છે.