દિયોદર લક્ષ્મીપુરા 2 ખાતે  ગણેશજી ની સ્થાપના : પાચમાં દિવસે ગરબાની રમઝટ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

છેલ્લા સાત વર્ષ થી શ્રી જય  ગણેશ  ગ્રુપ દ્વારા સ્થાપના કરી  નવ દિવસ ગરબા નું આયોજન: છેલ્લા દિવસે મૂર્તિ નું વિસર્જન..

સમગ્ર ગુજરાત મા  વિઘ્નહર્તા ગણપતિ દાદાની  ગણેશ ચતુર્થી   ઉજવણી  હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવતી હોય છે..   જેમાં દાદા ઘરે  - ઘરે , સોસાયટી અને જાહેર સ્થળો પર દાદા ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવે છે . જેમાં સૌ કોઈ ભક્તિ ભાવ સાથે નવ દિવસ પૂજા અર્ચના અને દર્શન કરીને દાદાની ભરપૂર  અસીમ કૃપા  મેળવતા હોય છે જેમાં  દિયોદર માં છેલ્લા સાત વર્ષ થી  લક્ષ્મીપુરા સોસાયટી વિભાગ નંબર 2  ખાતે શ્રી જય ગણેશ  ગ્રુપ ના સભ્યો દ્રારા  ગણેશ ચતુર્થી ના દિવસે હનુમાનજી ના મંદિર પાસે  સ્થાપના કરવામાં આવે છે  દરરોજ ગણપતિ બાપા ની આરતી કરી નવ દિવસ ગરબા નુ આયોજન  કરવામાં આવે છે જેમાં ગત રોજ સાવણસુદ સાતમ ને પાંચમા દિવસે મહિલાઓ, નાના ભૂલકાઓ, અને યુવાનો એ ગરબાની રમઝટ  મચાવી હતી ત્યારે છેલ્લા દિવસે હર્ષઉલ્લાસ સાથે બાપા ની મૂર્તિ નું વિષેશ્વર નદી મા શ્રી જય  ગણપતિ ગ્રુપ ના પંદર જેટલાં સભ્યો દ્રારા વિસર્જન કરવામાં આવે છે.