હંસલ મહેતા વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યા છે
મહાત્મા ગાંધીની કહાની એક મહાન વ્યક્તિની કહાની
ફરી એક વખત પ્રતિક ગાંધી અને હંસલ મહેતા એક સાથે કામ કરશે

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

ફિલ્મ નિર્માતા હંસલ મહેતા રામચંદ્ર ગુહાના બે પુસ્તકો ‘ગાંધી બિફોર ઈન્ડિયા’ અને ‘ગાંધી – ધ યર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડ’ પર આધારિત વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યા છે. આ વેબ સિરીઝનું નામ ‘ગાંધી’ રાખવામાં આવ્યું છે. આ વેબ સિરીઝમાં બીજું કોઈ નહીં પણ પ્રતિક ગાંધી જ મહાત્મા ગાંધીનો કિરદાર નિભાવશે. ફરી એક વખત પ્રતિક ગાંધી અને હંસલ મહેતા એક સાથે કામ કરશે. આ પહેલા બંને એ ‘ સ્કેમ 1992’ વેબ સિરીઝ માં સાથે કામ કર્યું હતું.

સમીર નાયરના પ્રોડક્શન હેઠળ બની રહેલ વેબ સિરીઝ વિશે એમને આગળ કહ્યું હતું કે, ‘ મહાત્મા ગાંધીની કહાની એક મહાન વ્યક્તિની કહાની થી પણ ઘણી વધુ મહત્વની છે. આ એક રાષ્ટ્ર અને બીજી ઘણી પર્સનાલિટી ના જન્મની કહાની છે, જેમને ગાંધી સાથે મળીને ભારતને સ્વતંત્રતા અપાવી હતી.’

વેબ સિરીઝના ડિરેક્ટ હંસલ મહેતાએ એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જ્યારે તમે મહાત્મા ગાંધી જેવા ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત વ્યક્તિ વિશે વાત કરો છો તો એક ફિલ્મ નિર્માતા રૂપે તમારા પર પહેલા જ એક મોટી જવાબદારી આવી જાય છે. વેબ સિરીઝ સાથે અમારા દ્રષ્ટિકોણને પણ અમારે સાચો રાખવો પડશે. રામચંદ્ર ગુહાના પુસ્તકો પર અમારી વેબ સિરીઝ આધારિત હશે. જેટલું સંભવ હશે એમે એટલી કોશિશ કરશું કે દર્શકોને જોવાની મજા આવે અને અમે જે બતાવવા માંગીએ છીએ એ તેમના સુધી પંહોચી જાય.’

હંસલ મહેતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ વેબ સિરીઝ સ્કેમ 1992 લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને ચાહકોના મનમાં એક અલગ જ ઓળખ બનાવી ગઈ હતી . એમને પ્રતિક ગાંધી જેવા ટેલેન્ટ સાથે દર્શકોને રૂબરૂ કરાવ્યા હતા. જો કે ફરી એક વખત આ જોડી પાછી ફરી રહી છે અને દર્શકોને આ વેબ સિરીઝથી ઘણી આશા છે.