"લંમ્પી વાયરસ માં ગૌસેવા આપતા ડો અગજીભાઈ ચૌધરી અને જગદીશભાઈ ચૌધરી ની સરાહનિય કામગીરી થી સન્માનિત કરવામાં આવ્યા
થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લંમ્પી વાયરસ ગાયો મૃત્યુ પામી રહિ હતી એવા સમય દરમિયાન ડો.અગજીભાઈ ચૌધરી અને ડોક્ટર જગદીશભાઈ ચૌધરી દ્વારા નિરાધાર અને ગૌશાળામાં ગાયો ને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને ગાયો ને મોત મુખમાંથી બચાવવામાં રાત દિવશ જોયા વગર સેવા કાર્ય કરી રહ્યા હતા હિન્દુ ધર્મ માં જેને માં કહિયે છીએ એવી ગૌમાતા પ્રેત્યે આપર પ્રેમ અને લાગણીઓથી સેવાઓ આપી હજારો ગાયોને બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે એવા બન્ને ડોક્ટરો નુ આજે દુધવા વડેચી યુવક મંડળ ઠાકોર સમાજ દ્વારા મોટીસંખ્યામાં યુવાનો ઉપસ્થિત બન્ને ડોક્ટરો નુ સન્માન કરવામાં આવ્યું