સાબરકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આ વર્ષે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન સપ્ટેમ્બર માસના ત્રીજા અઠવાડિયામાં કરવામાં આવશે. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધા જિલ્લાકક્ષાએ યોજવાની છે. જેમાં ભાગ લેવા વયમર્યાદા ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષ અને રાસમાં ૧૪ થી ૪૦ વર્ષની રહેશે. આ સ્પર્ધામાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૧૬ સ્પર્ધકો અને ૪ સહાયકો એમ કુલ ૨૦ની ટીમ બનાવી શકાય છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ નિયત નમૂનાનું ફોર્મ અને સ્પર્ધાના નિયમો અત્રેની જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ પાસે, હિંમતનગર (મો.૬૩૫૩૨૫૩૯૫૪) ખાતેથી મેળવી તા.૧૨/૦૯/૨૦૨૨ના રોજ ફોર્મ સાથેની એન્ટ્રી કચેરી ખાતે પરત મોકલી આપવાની રહેશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.