ડીસા પિંક સીટી ભાગ 4 માં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી કરાયું સન્માન...
સમગ્ર ગુજરાતમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા શહેરમાં પણ દરેક વોર્ડની સોસાયટીમાં ગણપતિ બાપ્પાની મુર્તીની સ્થાપના કરી રોજબરોજ આરતી સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા પિંક સીટી ભાગ 4 ના સોસાયટીના રહીશો દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની મૂર્તિ સ્થાપના કરાયાં બાદ રાસ ગરબા સાથે મહા આરતી અને મહા પ્રસાદનું આયોજન કરી ગણેશજીની ભક્તિમાં લીન થઈ રહ્યા છે જેમાં આજે ડીસા શહેરના પત્રકાર મિત્રો અને વોર્ડ નં 2 ના શક્તિ કેન્દ્ર પ્રમુખ દ્વારા પિંક સીટી ભાગ 4 માં ગણપતિ બાપ્પાના દર્શન કરવાં સોસાયટીના પ્રમુખ દ્વારા આમંત્રિત કરાયાં હતાં જ્યાં સોસાયટીના પ્રમુખ મુકેશભાઈ ગૌસ્વામી ઉપપ્રમુખ સાગરભાઈ પંચાલ ઉપપ્રમુખ રાજપુરી ગૌસ્વામી મંત્રી શ્રી સતીષભાઈ વ્યાસ સહ મંત્રી રાજુપુરી ગૌસ્વામી સહ મંત્રી પ્રકાશભાઈ રાજપુત ખજાનચી કીર્તિ ભાઈ મકવાણા સહ ખજાનચી શ્રવણભાઈ જોષી . ડાયાભાઈ પુરોહિત સહિત સોસાયટીના રહીશો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને સોસાયટીના વિકાસનાં કામોને લઈને પણ પત્રકાર મિત્ર દિલીપભાઈ ત્રેવિદી હરેશભાઈ ઠક્કર અને શક્તિ કેન્દ્ર પ્રમુખ દિપકભાઈ લોધા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ..